અમિત શાહની રેલી પહેલા જમ્મુ, રાજૌરી જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલી પહેલા જમ્મુ કાશ્મીર પ્રશાસને રાજ્યના જમ્મુ અને રાજૌરી જિલ્લાઓમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલી પહેલા જમ્મુ કાશ્મીર પ્રશાસને રાજ્યના જમ્મુ અને રાજૌરી જિલ્લાઓમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. અમિત શાહના પ્રવાસ દરમિયાન જે રીતે સોમવારે મોડી રાતે જમ્મુ કાશ્મીરના ડીજી જેલ હેમંત લોહિયાની ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી ત્યારબાદ જમ્મુ અને રાજૌરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ઈન્ટરનેટનો ઉપયોગ કાયદો-વ્યવસ્થાને ખરાબ કરવામાં થઈ શકે છે એ સંભાવનાને જોતા ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અમિત શાહે આજે માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા. દર્શન કર્યા બાદ રાજૌરીમાં તેઓ એક જનસભાને સંબોધિત કરવાના છે જે વૈષ્ણોદેવી મંદિરથી લગભગ દોઢ કલાકના અંતરે છે. શાહ અહીં ઘણા વિકાસ કાર્યોનો શુભારંભ કરશે અને જમ્મુમાં કન્વેંશન સેન્ટરમાં વિવિધ પરિયોજનાઓની આધારશિલા રાખશે. બે દિવસીય પ્રવાસ પર અમિત શાહ બે રેલીઓને સંબોધિત કરવાના છે. જમ્મુના રાજૌરીમાં એક રેલી આજે અને ઉત્તર કાશ્મીરના બારામૂલામાં એક અન્ય રેલી કાલે એટલે કે બુધવારે છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં બે મોટા આતંકી હુમલા થઈ ચૂક્યા છે.
અધિકારીઓએ કહ્યુ કે અમિત શાહના પ્રવાસના કારણે ઘણા સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને હવાઈ નિરીક્ષણ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-પૂંછ અને શ્રીનગર-બારામૂલા રાજમાર્ગ પર સર્ચ અભિયાન સઘન કરી દેવામાં આવ્યુ છે. જ્યારે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવા માટે અધિક પોલીસ અને અર્ધસૈનિક બળોને તૈનાત કરવામાં આવ્યા છે. શ્રીનગર-બારામૂલા-કૂપવાડા રાજમાર્ગ સહિત ઘણી જગ્યાએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યુ છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ હતુ કે આતંકી અને તેમના આકાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં અશાંતિ માટે કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ઉચ્ચ સ્તરીય પ્રવાસના કારણે બધી જરુરી વ્યવસ્થા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
