નીચી જાતિમાં જન્મ્યો છું, મારું રાજકારણ નિમ્ન નથીઃ મોદી
ડુમારિયાગંજ, 6 મેઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે ઉત્તર પ્રદેશના ડુમારિયાગંજમાં ચૂંટણી સભા સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરેલા ‘નીચ રાજકારણ'ના સંબોધન અંગે જોરદાર પ્રહારો કર્યા હતા. તેઓ સત્ય સાંભળી નથી શકતા એટલા માટે આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરી રહ્યાં છે. નીચલી જાતિના છીએ તેનો અર્થ એ નથી કે અમારું આ પ્રકારે અપમાન કરવામાં આવે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે, દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા ખેડૂતોની આત્મ હત્યા રોકવી તેને નીચ રાજકારણ કહેવાય તો મને એ મંજૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, નીચી જાતિમાં જન્મ્યો છું પરંતુ મારું રાજકારણ નિમ્ન નથી.

માત્ર એટલા માટે કે અમે નીચલી જાતિના છીએ એનો એ અર્થ કે તમે આ રીતે અપમાનીત કરો છો. પહેલા તેઓએ મને ચા વેચનારો કહ્યોં. હા, મે ચા વેંચી છે, તો શું ચા વેચવીએ ગુનો છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું એક ચા વેચનારો દેશ ચલાવી શકશે. હા મે ચા વેચી છે, પરંતુ દેશ વેચ્યો નથી. મને ખબર નથી કે આ પ્રકારના નિવેદનો કરવામાં આવી રહ્યાં છે, તેની સામે ચૂંટણી પંચ કોઇ પગલા લેશે કે નહીં.
આ લોકતંત્ર છે અને અહી કોઇપણ સામાન્ય વ્યક્તિ પાસે વડાપ્રધાન બનવાનો અધિકાર છે, પછી એ ચા વેચનારો પણ કેમ ના હોય. તમે શહેરોમાં રહો છો અને તમે અમને ઘણી મુશ્કેલીઓ આપી છે, મહેરબાની કરીને અમારી ઇજા પર મીઠું ભંભેરવાનું બંધ કરો. રાષ્ટ્રમાં જાતિ અને જ્ઞાતિ આધારિત રાજકારણ બંધ કરવું પડશે. યુવાનોને વિકાસ જોઇએ છીએ અને ભિવષ્યની ચિંતા છે. તેમણે કહ્યું કે, જો દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવા માટે, ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે, મહિલાઓને શૌચાલય સુવિધા આપવા માટે કામ કરવું એ નીચ રાજકારણ છે, તો મને એ મંજૂર છે.
મોદીએ વધુમાં કહ્યું કે, તેઓ સત્યને પચાવી નથી શકતા એટલા માટે ગાળો આપી રહ્યાં છે. નીચલી જાતિના લોકો મહેનત કરે છે, તેથી જ તો ગાળો આપનારાઓ મહેલોમાં રહી શકે છે. માં બહેનોને સન્માનનું જીવન મળે, હિન્દુ અને મુસ્લિમ એકબીજા સાથે નહીં પરંતુ ગરીબી સામે લડે. અમારો એક જ મંત્ર છે. બધાનો જોડો અને બધાનો વિકાસ કરો. સૌનો સાથ સૌનો વિકાસ.
દિલ્હીમાં તમારે કેવી સરકાર જોઇએ છે. દિલ્હીમાં ઢીલી સરકાર ચાલશે, માતા-પુત્રના આશિર્વાદ પર ચાલતી સરકાર ચાલશે. દેશને મજબૂત સરકાર જોઇએ છે. તમારા વિસ્તારમાં કોઇ પોલીસવાળો પણ ઢીલો હોય તો તમે પસંદ કરો છો ખરા, નથી કરતાને. બાળક સ્કૂલે જાય અને શિક્ષકમાં દમ ના હોય તો બાળક સ્કૂલે જવાની ના પાડી દે છે. મારે દમવાળો શિક્ષક જોઇએ છે, ત્યારે આટલા મોટા દેશને દમવાળી સરકાર જોઇએ છે. ભારતનું ભાગ્ય બદલવા માટે દમવાળી સરકાર જોઇએ છે. દિલ્હીમાં એવી સરકાર જોઇએ જે ગરીબનું સાંભળે અને ગરીબો માટે જીવતી હોય, તો જ દેશ ચાલશે. તેથી દિલ્હીમાં મજબૂત સરકાર બનાવવા યુપીમાંથી બધા જ કમળ દિલ્હી મોકલો.












Click it and Unblock the Notifications
