• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુંબઇમાં મોદીએ કહ્યું, 'સુરાજ એ જ અમારો જન્મસિદ્ધ અધિકાર'

|

મુંબઇ, 27 જૂનઃ મુંબઇમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિનય સહસ્ત્રબુદ્ધે દ્વારા લખવામાં આવેલા પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ તકે હાજર રહેલા પૂર્વ ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા આગળ વધવાની શક્તિ છે પરંતુ તેની પાસે નરેન્દ્ર મોદી નથી. આ તકે મોદીએ સુરાજ, લોકભાગીદારી અને આજની સરકાર પરથી લોકોનો જે ભરોસો ખોવાઇ ગયો છે તેને લઇને સરકાર પર પ્રહારો કર્યા હતા.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું ખાસ કરીને આ કાર્યક્રમમાં વિનયજીનું અભિનંદન કરવા માટે આવ્યો છું. ઘણા વર્ષો સુધી મને વિનયજી સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે અને જે 40 હજાર કાર્યકર્તાઓને આ તક મળી છે તેમાં હું પણ છું, તેથી એક રીતે તે અમારા ગુરુજન છે. એક એકેડિમિશન અને એક્ટિવિસ્ટ રિસર્ચ કરીએ તો તેમા આકાશ-જમીનનું અંતર હોય છે.

એકેડિમિશન ઇન્ટલએક્ચ્યુઅલ તાકાત, વિચાર વિમર્શ અને બુદ્ધિનો ઉપયોગ થકી તેનું નિષકર્ષ કાઢે છે. અનુભવ થકી જે આપે છે તેની તાકાત ભિન્ન હોય છે. સરળ શબ્દોમાં કહું તો જેટલું અંતર ફાઇવ સ્ટાર હોટલ અને માતા પ્રેમથી જે જમવાનું આપે તેટલું અંતર એકેડમિક રિસર્ચ અને એક્ટિવિસ્ટ રિસર્ચમાં હોય છે, જે વિનયજીએ આપ્યું છે.

આ વિષય જ એવો છે કે લોકતંત્ર સારું લાગે છે, પણ બારીકીઓમાં જવાનો કોઇનો સ્વભાવ હોતો નથી. દુર્ભાગ્યથી લોકતંત્રનો સ્પીરીટનું જે રીતે વ્યાપ થવો જોઇએ તે નથી થયો, એક રાજનેતાઓએ એવી માનસિકતા બનાવી દીધી છે, રાજકીય પક્ષોએ લોકોનું એવું પ્રબોધન કર્યું છે, તેમે વોટના માધ્યમથી કોઇ એક દળને કોન્ટ્રાક્ટ આપી દો. અને જો પાંચ વર્ષમાં કામ ના કરે તો હવે બીજાને લાવીશું. લોકતંત્રએ આપણે બધાએ મળીને આ રાષ્ટ્રની આશા આકાંક્ષાને પરિપૂર્ણ કરવાનું ઉત્તમ માધ્યમ છે. એકવાર ચીનમાં એક સેમિનારમાં ગયો હતો. ચીનમાં લોકતંત્રની વાત કરો તો તણાવ સર્જાય... (મોદીએ વધુંમાં શું કહ્યું તે વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો)

લોકતંત્રની સાચી તાકાત

લોકતંત્રની સાચી તાકાત

મને પૂછવામાં આવ્યં કે લોકતંત્રની સાચી તાકાત શું હોય, મે માત્ર નાનો જવાબ આપ્યો, લોકતંત્ર તંત્રની સૌથી મોટી તાકાત ભૂલને ઠીક કરવાની તક લોકતંત્રમા મળે છે. આ લોકતંત્રની સૌથી મોટી શક્તિ છે. અને તેથી આપણે જ્યા છીએ ત્યાંથી આગળ જવાની શક્તિ આપે છે.

જેટલું મહત્વ 26 જાન્યુઆરીનું છે તે તેટલું જ 26 જૂનનું

જેટલું મહત્વ 26 જાન્યુઆરીનું છે તે તેટલું જ 26 જૂનનું

આજે અનેક જયંતિઓ મનાવવામાં આવે છે. કેટલીક ઘટનાઓને તો વારંવાર યાદ કરાવવામાં આવે છે. કાલે 26 જૂન ગઇ, જે 26 જૂને હિન્દુસ્તાનના લોકતંત્રનુ ગળુ દબાવી દેવામાં આવ્યું હતું. મીડિયાને દબોચી દેવામાં આવ્યું હતું. વ્યક્તિના અધિકારનું હનન કરવામાં આવ્યું હતું, દેશના મીડિયાની સ્થિતિ કફોળી હતી, પરંતુ હું હેરાન છું, મને એમ હતું કે આ દિવસે જૂના લોકોની ચર્ચા અને ઇન્ટરવ્યું આવશે, પરંતુ તેવું થયું નહીં. જેટલું મહત્વ 26 જાન્યુઆરીનું છે તે તેટલું જ 26 જૂનનું છે. એ દિવસને કેવી રીતે ભૂલી શકાય કે જ્યારે લોકતંત્રના અધિકારને છીનવવાનો પ્રયાસ થયો હતો.

સુરાજ એ અમારો જન્મસિદ્ધ અધિકાર

સુરાજ એ અમારો જન્મસિદ્ધ અધિકાર

મહારાષ્ટ્રની ધરતી પર આવ્યો છું ત્યારે લોક માન્ય તલીકે કહ્યું હતું તે યાદ કરી રહ્યો છું. તેમણે કહ્યું હતું કે,સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વરાજ માટે અનેક લોકોએ બલિદાન આપ્યો છે. દેશની આઝાદીને આટલો સમય થઇ ગયો, આપણને સ્વરાજ મળ્યો પરંતુ સુરાજ મળ્યું ખરું, જો સ્વરાજની સાથે સુરાજની આતા ચાલી હોત તો આપણા પછી આગળ વધી ના જાત, આજે આપણો દેશ સર્વોચ્ચ ઉંચાઇ પર હોત, પણ આપણે એ તક ગુમાવી દીધી છે, હિન્દુસ્તાનના સવાસો કરોડ નાગરીક કહે સુરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. આ ભાવનાને જગાવવાની જરૂર છે. કેટલાક લોકોને લાગે છે કે કંહી નહીં થાય, પરંતુ આપણે લોકતંત્રને દોષ દેવાની જરૂર નથી, આ જ કાયદો, વ્યવસ્થા અને નિયમ, કર્મચારી, ઓફીસ છતાં પણ દેશને આગળ વધાવી શકાય છે, એ મારો વિશ્વાસ છે. હું મારા ગુજરાતના અનુભવથી કહીં શકું છું કે, હવે કંઇ નહીં થઇ શકે, હું આવી નીરાશા વાળો વ્યક્તિ નથી. 1200 ગુલામી સહન કર્યા પછી પણ ઉભૂ થાવની તાકાત છે તેને અનુભવવાની શક્તિ હોવી જોઇએ.

સુરાજ શું છે તે સમજવું જરૂરી

સુરાજ શું છે તે સમજવું જરૂરી

આપણે ત્યાં સુરાજની વાત થાય છે, તો પહેલા એ સમજવું જોઇશે કે આપણે સરકારને શું સમજીએ છીએ અને સરકાર પોતાને શું સમજે છે. બધી ગરબડ ત્યાં છે. લોકતંત્રમાં જે સાશન વ્યવ્સથા છે તે શાસક નથી, આ પહેલી શરત છે. તેઓ સેવક છે. આ મૂળભૂત વાત લોકતંત્રમાં સમજવાની જરૂર છે અને આપણે લોકતંત્રને જ શાસકના ભાવે જોવાના બદલે જનતા પણ તેને સેવકના ભાવે પણ જૂએ અને સત્તા બેસ્યા પછી પણ સેવક તરીકે રહે તે લોકતંત્રની પહેલી શરત છે તેને ભૂલાવી દેવાયું છે.

બ્રિટિશર અને આજની સરકારમાં શું તફાવત

બ્રિટિશર અને આજની સરકારમાં શું તફાવત

જે સમયે બ્રિટિશર રાજ કરતી હતી અને આઝાદ થયા પછી આપણી સરકારો આવી તેમા શું તફાવત. અંગ્રેજ શાસનનો મૂળભૂત આધાર એ હતો કે જનતાને નબળી રાખવી અને પોતાના અધિકારીઓને સશક્ત બનાવવા, પણ લોકતંત્ર અને સુરાજ આપણી સરકારનું કામ સત્તા બેસેલાઓને મજબૂત કરવાનું નથી પણ જનતાને મજબૂત કરવાનો, સમાજ વ્યવસ્થા કરવાનો છે. આપણે તો લોકશક્તિને સશક્ત કરવો એ મૂળભૂત અધિકાર હોવો જોઇએ.

જોબ અને સર્વિસમાં અંતર

જોબ અને સર્વિસમાં અંતર

કોઇને આપણએ પૂછીએ કે આજકાલ શું કરો છો તો શું કહેશે જોબ કરું છું, સરકારમાં જોબ શબ્દનો ઉપયોગ નથી થતો. પ્રાઇવેટ નોકરી કરે છે તો તે જોબ કરે છે તેમ મનાતું હતું, કંપનીના વિકાસ માટે કામ કરતા હતા. પણ સરકારમાં કામ કરે તો સર્વિસ કરે છે તેવો શબ્દ હતો. આપણે પણ ક્યારેય આ અંગે સરખામણી કરી નથી. સરકારમા કામ કરનાર સર્વિસ કરે છે સર્વન્ટ છે. જોબ અને સર્વિસમાં અંતર છે એ ત્યારે આપણને સમજાશે જ્યારે જાતે લોકતંત્રની વિભાવનાને દરેક રૂપમાં પચાવીશું.

..તો જ આવશે સુરાજ

..તો જ આવશે સુરાજ

આજે આપણે દેશની હાલાત કેવી છે આજે લોકોને સરકાર પર વિશ્વાસ નથી. તમે કોઇને એસએમએસ કરો છો અને પછી ફોન કરીને પૂછો છો કે એસએમએસ મળ્યો, શા માટે, કારણ કે આપણને વિશ્વાસ નથી. આપણે પોસ્ટ ઓફીસમાં ટપાલ નથી મોકલતા કારણ કે આપણને તેના પર વિશ્વાસ નથી. સરકારી શાળામાં સામાન્ય નાગરીક પણ પોતાના બાળકો મોકલતા ગભરાય છે, કારણ કે લોકોને વિશ્વાસ રહ્યો નથી. આપણા દેશમાં શાસન કેવા હોય તેની સામે પ્રશ્નો ખડા કરે છે. પોતાનુ અને સરકારનું છે તે અંતર દૂર કર્યા વગર સુરાજ્ય નહીં આવે.

વ્યવસ્થા વ્યક્તિ આધારિત વિકસિત ના હોવી જોઇએ

વ્યવસ્થા વ્યક્તિ આધારિત વિકસિત ના હોવી જોઇએ

લોકતંત્રની પહેલી શરત છે કે વ્યવસ્થા વ્યક્તિ આધારિત વિકસિત ના હોવી જોઇએ. આપણે વસ્તુઓને વ્યક્તિ આધારિત કરી નાંખી છે. તમારા દરેક વિચારને ઇન્સ્ટિટ્યૂશનલાઇઝ કરવી જોઇએ. તમે હોવ કે ના હોવ, સરકાર આ હોય કે બીજી, ઇન્સ્ટિટ્યૂશનલ મેકેનિઝમ જેટલું મજબૂત હશે તેટલી સાશન વ્યવસ્થા મજબૂત થશે. વ્યક્તિ લપસી જાય ત્યારે આ ઇન્સ્ટિટ્યૂશનલ મેકેનિઝમ પરિસ્થિતિઓને બચાવે છે. પરંતુ છેલ્લા 60 વર્ષમાં આપણે શું કર્યું છે.

એક 'પ્રધાનમંત્રી'ના કહ્યું ને ઓફિશિયલ પ્રધાનમંત્રી તેમ કરવા લાગ્યા

એક 'પ્રધાનમંત્રી'ના કહ્યું ને ઓફિશિયલ પ્રધાનમંત્રી તેમ કરવા લાગ્યા

શાસકોએ ઇન્સ્ટિટ્યૂશનને તોડવાનું કામ કર્યું છે. નેહુર યુગમાં પ્લાનિંગ કમિશન નામનું ઇન્સ્ટિટ્યૂશન શરૂ થયું. જ્યારે લોકતંત્રમાં જેમને ભરોસો નથી તેમણે શું કર્યું, તેમણે તેને બિનઉપયોગી કરી નાખ્યું અને પછી એનએસીનું નિર્માણ કર્યું અને બધા આર્થિક નિર્ણય ફાઇવ સ્ટાર એનજીઓ લેવા મંડ્યા પછી, એક પ્રધાનમંત્રીને કહેવામાં આવ્યા બાદ ઓફિશિયલ પ્રધાનમંત્રી તેમ કરવા લાગ્યા.

શું પોલિટિકલ દખલગીરીથી નથી થતું કામ?

શું પોલિટિકલ દખલગીરીથી નથી થતું કામ?

મોટાભાગના અધિકારીઓ એવું કહેશે કે પોલિટિકલ દખલગીરીના કારણે કામ નથી થઇ શકતું. આ વાતને ઉંડાણપૂર્વક સમજવાની જરૂર છે. આપણે પોલિટિકલ બોડીનો સ્વિકાર કર્યો છે અને આપણ પરંતુ આ જે ઝઘડો છે તે તેને સાચા અર્થમાં સમજવાની જરૂર છે. પોલિટિકિલ ઇન્ટરફિયરન્સની જરૂર નથી પણ પોલિટિકલ ઇન્ટરવેન્સની ઘણી જરૂર હોય છે. આજે દિલ્હી કેમ નથી ચાલું નથી રહ્યું બાબું બેઠા છે, ધરતીમાંથી આવ્યા હોત તો નિર્ણય કરવાની શક્તિ હોય છે. આ બારિક ભેદરેખાને સમજવાની જરૂર છે. પોલિટિકલ દખલગીરી સુરાજને નુક્સાન કરે છે, તેથી પોલિટિકલ ઇન્ટરવેન્સ વિક્સાવવાની જરૂર છે.

જેટલું મહત્વ ઇન્સ્ટિટ્યૂશનલનું છે તેટલું ક્વોલિટી લીડરશીપનું

જેટલું મહત્વ ઇન્સ્ટિટ્યૂશનલનું છે તેટલું ક્વોલિટી લીડરશીપનું

તેથી ગુડ ગવર્નન્સ માટે જેટલું મહત્વ ઇન્સ્ટિટ્યૂશનલનું છે તેટલું જ મહત્વ ક્વોલિટી લીડરશીપનું પણ છે. દરેક નિર્ણય પ્રક્રિયામાં જનતા જનાર્દનને લેવામાં આવશે તો સુરાજમાં ઘણો પ્રભાવ પડશે. જનભાગીદારી પણ એટલી જ મહત્વની છે. ગુજરાતમાં જે ભૂકંપ આવ્યો તે સમયે અમે જનભાગીદારી કરી, અમે શાળાનું મોડલ બનાવ્યુ અને પૈસા આપ્યા તેનાથી સમય કરતા પહેલા શાળાનું બાંધકામ થયું, ક્વોલિટી પણ એવી કે કોઇ કહીં ના શકે કે આ સરકારી ક્વોલિટી છે. ઉત્તમ પ્રકારનું બાંધકામ કર્યું અને તેનાથી જે પૈસા બચ્યા તેનાથી ભૂકંપમાં ઘર તૂટી ગયા હોવા છતાં પણ પૈસા સરકારમાં જમા કરાવ્યા હતા. લોકતંત્રમાં વિશ્વાસ કરીએ તો કેવું કામ કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એવોર્ડ મળ્યો

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એવોર્ડ મળ્યો

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એવોર્ડ મળ્યો અમે જનભાગીદારી પર વિશ્વાસ કર્યો. પાણી ડિસ્ટ્રીબ્યુશન માટે મહિલા પાણી સમિતિ બનાવી હતી. વાસ્પો યોજનામાં પાણી વિતરણ અને ટેક્સ લે છે અને આ કામ એટલું સારી રીતે કરે છે કે સંયુક્ત રાષ્ટ્રે તેમને એવોર્ડ આપ્યો હતો.

રામ રાજ્ય કેવું એ શું ધર્મવાદ છે?

રામ રાજ્ય કેવું એ શું ધર્મવાદ છે?

તેમણે મહાત્મા ગાંધીએ રામ રાજ્યની વાત કરી હતી, પરંતુ આજના સેક્યુલિરિઝમના ઠેકેદારોની એક સમસ્યા છે કે તેઓ માત્ર એટલું જ સાંભળે છે, જેટલું તે સાંભળવા માગે છે અને તેથી જ્યારે આપણે રામ રાજ્યની વાત કરીએ છીએ ત્યારે આ સેક્યુલિરિઝમના ઠેકેદારો તેને ધર્મવાદમાં ખપાવી નાંખી છે.

યુપીએ લિગલિસ્ટિકમાંથી લેધર્જિક ગવર્નમેન્ટ બની ગઇ

યુપીએ લિગલિસ્ટિકમાંથી લેધર્જિક ગવર્નમેન્ટ બની ગઇ

યુપીએ લિગલિસ્ટિક ગવર્નમેન્ટ બની ગઇ હતી. તેને એમ લાગતું હતું કે દરેક વસ્તુ કાયદાથી બદલી શકાશે, કાયદો હશે તો જ દૂનિયા બદલશે પણ તેવું નથી, અને તેના જ કારણે આજે યુપીએની સરકાર લિગલિસ્ટિક ગવર્નમેન્ટમાંથી નીચે ઉતરીને લેધર્જિક ગવર્નમેન્ટ બની ગઇ છે.

મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા વધુ તાકાત, પણ અહીં મોદી નથી

મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા વધુ તાકાત, પણ અહીં મોદી નથી

નીતિન ગડકરીએ આ તકે કહ્યું હતું, મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા વિકાસના ક્ષેત્રમાં આગળ વધવાની શક્તિ છે, પરંતુ અફસોસની વાત એ છે કે મહારાષ્ટ્રમાં કોઇ નરેન્દ્ર મોદી નથી. સ્પોર્ટ્સ, કોમ્યુનિકેશન, કપાસ ક્ષેત્ર, સિંચાઇ સહિતના ક્ષેત્રમાં સારું કામ કર્યું છે.

English summary
gujarat chief minister narendra modi addressd Vinay Sahasrabuddhe's book Beyond a Billion Ballots will be launching function in mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more