• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીનો મહામંત્ર: 'ગુજરાતના વિકાસ થકી ભારતનો વિકાસ'

|

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: નાના મોટા વિરોધની વચ્ચે નરેન્દ્ર મોદી દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ પહોંચ્યા હતા. અત્રે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો મોદીને સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ મંચ પર પોતાનું વક્તવ્ય શરૂ કરતા જણાવ્યું કે 'બધા જ નવજુવાન દોસ્તોને નમસ્કાર, હું ગુજરાતની ધરતીથી આવું છું, હું મહાત્મા ગાંધી અને સરદારની ભુમીમાંથી આવું છું. આઝાદીના આંદોલનને જોવામાં આવે તો બે પ્રકારના આંદોલન થયા હતા. એક મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અહિંસક આંદોલનના માધ્યમથી અને બીજો સશસ્ત્રક્રાંતિના માધ્યમ થકી આઝાદી અપાવવાનો પ્રયાસ કરાયો હતો. બંને પ્રકારના આંદોલનનું નેતૃત્વ કોઇને કોઇ ગુજરાતી પાસે હતું, શ્યામજી કૃષ્ણવર્મા જેમણે દેશમાં ક્રાંતિકારીઓને પ્રેરણા આપવાનું કામ કર્યું હતું, જ્યારે બીજા મહાત્મા ગાંધી હતા જેમણે દેશને આઝાદી અપાવી હતી.

narendra modi
અનેક મહા પુરુષો હતા જેમણે પોતાનું જીવન આઝાદી મેળવવા હોમી દીધું અને તેમનું સપનું સાકાર થયું અને સ્વરાજ મળ્યું. સ્વરાજ મળ્યા બાદ 6 દાયકાથી પણ વધારે સમય વીતી ગયો છતાં દેશ ચિંતિત છે કે સુરાજ્ય ક્યારે મળે. સુરાજ્ય એટલે ગુડ ગવર્નન્સ. પહેલી આવશ્યકતા છે કે આપણે ગુડ ગવર્નન્સ લાવીએ.

મોદીએ દિલ્હીના વિદ્યાર્થીઓને ભણાવ્યા વિકાસના પાઠ, જુઓ વીડિયો

મોદીએ જણાવ્યું કે આજે આખા દેશ દુનિયામાં ગુજરાતના વિકાસની ચર્ચા થઇ રહી છે. અને તે ગુડ ગવર્નન્સને આભારી છે. સામાન્યરીતે આપણા ત્યાં શાસન સમસ્યા સર્જાય ત્યારે દોડે છે. સાશનનું કામ છે સ્થિતિઓ બદલવાનું, શાસન યોગ્ય રીતે કામ કરે નવી આવશ્યકતાઓને વિકસાવે. પરંતુ ક્યાંકને ક્યાંક આપણે આપણે નિષ્ફળ ગયા છીએ. દેશ નિરાશાની ગર્તામાં ડૂબી ચૂક્યો છે. યુવાનો એવું વિચારે છે કે કેમ અહીંયા પેદા થયો? અભ્યાસ કરીને એબ્રોડ જતો રહીશ.

મિત્રો મારા વિચાર અલગ છે હું અનુભવના આધારે કહું છું કે આ કાનૂન, કોન્સ્ટીટ્યુશન, આ જ ઓફિસોની સાથે આપણે આગળ વધી શકીએ છીએ. આપ સો બેઠા છો દરેકનો નજરીયો અલગ છે. જે આશાવાદી હશે તે કહેશે કે અડધો ગ્લાસ ભરેલો છે, જ નિરાશાવાદી હશે તે કહેશે અડધો ખાલી છે. પણ મારા વિચાર અલગ છે, હું કહીશ કે ગ્લાસ અડધો પાણીથી અને અડધો હવાથી ભરેલો છે.

મોદીએ જણાવ્યું કે મને એક ડેલિગેશન મળવા આવ્યા હતા, જેમને મે જણાવ્યું કે અમારા માટે સૌથી મોટો પડકાર છે કે તકનો ઉપયોગ કેવી રીતે કરીએ. આખો યુરોપ ગરડો થઇ ચૂક્યો છે, ચાઇના દેશ ગરડો થઇ ચૂક્યો છે. પરંતુ ભારત જુવાન છે. ભારત પાસે યુવાશક્તિ છે. પણ અમે તેનો ઉપયોગ નથી કરી શકતા. અમારો દેશ ગરીબ નથી. અમારી પાસે ભૂસંપદા છે, નૈસર્ગિક સુવિધા છે. પરંતુ અમે અવસરોનો ઉપયોગ નથી કરતા. મોદીએ જણાવ્યું કે આ ચેલેન્જ છે આપણા માટે કે આપણે અવસરોનો ઉપયોગ કરીએ.

દેશ દુનિયામાં આજે ગુજરાતની ચર્ચા છે. અમે અમારા ડેવલેપમેન્ટને ત્રણ પાયા પર વિકસાવ્યું છે. જેમાં વન થર્ડ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, સર્વિસ સેક્ટરનો સમાવેશ થાય છે. જેથી એક બીજાને મદદ કરી શકે. એક સેક્ટરને અસર થાય તો અન્ય તેને ઉગારી શકે. અર્થસાસ્ત્ર કરમાઇ નહી. આ રાજ્યએ 10 વર્ષમાં 10 ટકા એગ્રીકલ્ચર ગ્રોથ કર્યો છે. હું દરેક વર્ષે એક અઠવાડિયા માટે એગ્રીકલ્ચર સેમિનાર કરું છું. ગુજરાત એવું રાજ્ય છે કે ખેડુત પાસે પોતાનું સોઇલ કાર્ડ છે તેને ખબર છે કે તેના ખેતરમાં શું ઉગાડવું.

મોદીએ જણાવ્યું કે ગુજરાતે પોતાના કોટનું એક્પોર્ટિંગ વધાર્યું છે. ગુજરાત કોટનનું વેલ્યું એડિશન કરી રહ્યું છે. કોટનમાંથી દોરો, દોરામાંથી કપડું, કપડામાંથી ફેશન, અને ફેશનમાંથી વર્ડમાર્કેટ. મોદીએ જણાવ્યું કે દિલ્હી- સિંગાપુરમાં દૂધ ગુજરાતનું આવે છે, યુરોપમાં ભીંડી, અફગાનિસ્તાનમાં ટામેટાં ગુજરાતમાંથી જાય છે.

ગુજરાતમાં દરેક વર્ષે મેડિકલ કેમ્પ લગાવવામાં આવે છે. છેલ્લા 6 વર્ષમાં આ કેમ્પ થકી ઢોરોના 120 જેટલા રોગોને નાબૂદ કરી દેવાયા છે. જો ઢોર સ્વસ્થ રહેશે તો ગામમાં આવક વધશે, ગામની આવક વધશે, ગામમાંથી પર્ચેસીંગ પાવર વધશે જેના કારણે રાજ્યની ઇકોનોમીમાં સુધાર આવશે. મોદીએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી સર્વિસ સેક્ટરમાં સારુ કામ કર્યું છે ગુજરાતે. અમિતાબ બચ્ચન ઘરે ઘરે જઇને કહી રહ્યા છે કે કુછ દિન તો બિતાઇએ ગુજરાત મેં.

આખી દુનિયામાં ગુજરાત એક એવું રાજ્ય છે જેની પાસે ફોરેન્સીક યુનિવર્સિટી છે. દુનિયાના લોકો અમારે ત્યા આવે છે. હિન્દુસ્તાનમાં ગુજરાત પહેલું રાજ્ય છે જેણે રક્ષાયુનિવર્સિટી બનાવી છે. તેમાં જે સિક્યુરીટી ફિલ્ડમાં જવા માંગતો હોય તે રેગ્યુલર ત્રણ વર્ષનો કોર્ષ કરાવવામાં આવે છે ત્યારે તે જઇને પોલીસમાં ભર્તી થાય છે.
અમારી પાસે આઇઆઇટી છે, 12 બાદ જેને ટીચર બનાવાની ઇચ્છા છે તે તેમાં ભરતી થઇ શકે છે. મોદીએ જણાવ્યું કે આજે દુનિયાને જરુર સારા શિક્ષકોની જરૂર છે.
મોદીએ જણાવ્યું કે આપણે બધું એક્પોર્ટ કરીએ છીએ કેમ આપણે ટીચર એક્સપોર્ટ ના કરીએ. આપણે દુનિયામાં ટીચર એક્સપોર્ટ કરીએ એ મારું સપનું છે.

મોદીએ જણાવ્યું કે આ વિશ્વને લાગે છે ઇન્ડિયા એક બાજાર છે પણ આપણે દુનિયાને બાજાર બનાવવાની જરૂર છે. ભારતમાં વસ્તુ બનાવીને દુનિયાના બજારમાં ડમ્પ કરીએ. આપણે પણ મેડ ઇન ઇન્ડિયાનું બ્રાન્ડિંગ કરવાની જરુર છે.

મોદીએ જાપાન પ્રવાસનું ઉદાહરણ આપી જણાવ્યું કે જાપાનમાં દરેક જગ્યાએ ઓલિમ્પિકના 8 વર્ષ પહેલા સ્લોગન હતા કે, ઓલિમ્પિક આવી રહ્યા છે, જેના માટે તૈયાર રહો. સ્લોગન દેશમાં સ્પિરિટ આપે છે જ્યારે આપણે શું કર્યું? આપણે ત્યા કોમનવેલ્થ થયું જેણે કર્યું કેમ કર્યું ખબર નથી.

મોદીએ ગ્લોબલ રિલેવન્સનો અર્થ સમજાવતા કહ્યું કે દસ દિવસમાં મેં વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારી કરી હતી. 120 દેશોના ડેલિગેટ્સ ગુજરાતમાં હતા.
મોદીએ જણાવ્યું કે 'ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ' એ અમારો મંત્ર છે.

મોદીએ કહ્યું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જિરો ડિફેક્ટીંગ અને પેકેજીંગ પર ધ્યાન આપો. આખી દુનિયાને આકર્ષિત કરવા માટે તૈયાર રહો. ગુજરાત સરકાર વિવેકાનંદની 150મી જન્મજંયતિ વર્ષ ઉજવી રહ્યું છે ગુજરાત સરકારે આ વર્ષને યુવાવર્ષ તરીકે જાહેર કર્યું છે. મોદીએ જણાવ્યું કે હું પણ એ જ અખાડામાંથી આવું છું પણ મારા વિચારો અલગ છે. હું ઇચ્છું છું કે મારા યુવાનો ન્યુ એજ વોટર નહીં પણ ન્યુ એજ પાવર બને. જો તમે યુવાશક્તિને માત્ર વોટર તરીકે જ જોશો તો પરિસ્થિતિઓને બદલી નહી શકો.

તેમણે જણાવ્યું કે 21મી સદી હિન્દુસ્તાનની સદી છે. હવે જ્ઞાનનો યુગ છે માટે મારું માનવું છે કે છેલ્લા 30 વર્ષમાં યુવાનોએ વિશ્વમાં ભારતની છબિ બદલી નાખી છે. સાપ સપેરા, અંધશ્રદ્દા, બ્લેક મેજિક જેવી ભારતની છબિ હતી જેને યુવાનોએ બદલી નાખી છે. મોદીએ કહ્યું કે અમારા યુવાનો સ્નેક ચર્મર નહીં પણ માઉસ ચર્મર બન્યા છે. તેઓ આંગળીના ટેરવે આખી દુનિયા સુદી પહોંચે છે.

મોદીએ બિલ ક્લિન્ટન આવ્યા ત્યારનું ઉદાહરણ આપતા જણાવ્યું કે તેઓને એક ગામમાં મુલાકાત માટે લઇ જવાયા હતા. ત્યારે એક દલિત અભણ બાળક તેમની પાસે જતો રહ્યો અને તેણે તેમની આંખમાં આંખ નાખીને પુછ્યું શું હજી આપ મારા દેશને પછાત માનો છો? ગરીબ માનો છો? મિસ્ટર ક્લિન્ટને જણાવ્યું કે ના હું નથી માનતો, અને આખી દુનિયામાં જઇને કહીશ કે ભારત પછાત અને ગરીબ નથી.

મોદીએ સ્કીલ, સ્કેલ, અને સ્પીડ પર ભાર મૂક્યો. ગુજરાતમાં અવનવા સ્કીલ ડેવલેપમેન્ટના કોર્ષ ચાલુ કર્યા છે. મોદીએ છેલ્લે છેલ્લે જણાવ્યું કે દેશ બરાબાદ થયો છે વોટબેન્કની રાજનીતિથી. જે સપનું ગાંધીજીએ જોયું હતું તે જરુર પૂરુ થશે. જે સપનું વિવેકાનંદજીએ જોયું હતું તે જરુર પુરુ થશે એક દિવસ ભારતમાતા આખી દુનિયા પર બિરાજમાન થશે. અને તે આ યુવાશક્તિ થકી જ પૂરું થશે. મોદીના જુસ્સાભર્યા વક્તવ્યને વિદ્યાર્થીઓએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધું હતું.

lok-sabha-home

English summary
narendra modi addressed delhi students on development issue.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+208144352
CONG+583088
OTH975102

Arunachal Pradesh

PartyLWT
BJP24024
CONG404
OTH606

Sikkim

PartyLWT
SDF12012
SKM11011
OTH000

Odisha

PartyLWT
BJD1080108
BJP24024
OTH14014

Andhra Pradesh

PartyLWT
YSRCP10544149
TDP20525
OTH101

TRAILING

Dolly Sharma - INC
Ghaziabad
TRAILING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more