For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રની રેલીમાં મોદીએ ફૂંક્યો વિકાસની સાથે સફાઇનો નાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બીડ, 4 ઓક્ટોબર: મહારાષ્ટ્રના બીડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધિત કરતાં લોકોને વિકાસની સાથે સફાઇનો મંત્ર આપ્યો. આ અવસર પર તેમણે કહ્યું કે દેશે આઠ વર્ષ સુધી તબાહીનું દ્રશ્ય જોયું છે. દેશ હવે વધુ રાહ જોઇ નહી શકે. તેમણે મહારાષ્ટ્રમાં પજા અને ઘડિયાળ (એનસીપી-કોંગ્રેસ) પર જોરદાર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે તે દિલ્હીમાં બેસીને મહારાષ્ટ્રની સેવા કરવા માંગે છે.

narendra-modi-in-beed

રેલીમાં હાજર મોટી સંખ્યામાં લોકોને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે લોકો સામાન્ય માણસની જમીન પચાવી પાડે છે અને લોકો પાસે વસૂલી કરે છે એવા તોફાની તત્વો પાસેથી મહારાષ્ટ્રને મુક્ત કરાવવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રને વિકાસના માર્ગે ગુજરાત કરતાં આગળ લઇ જવાની વાત કહી.

વડાપ્રધાનના ભાષણના મુખ્ય અંશ

- ગોપીનાથ મુંડે જી મારા નાના ભાઇ હતા, અમે તેમના ઋણને ચૂકતે કરવા માંગીએ છીએ અને મહારાષ્ટ્રનું દરેક બાળક ગોપીનાથ મુંડે છે.

- મહારાષ્ટ્ર ગુજરાતનું મોટો ભાઇ છે અને મહારાષ્ટ્રનો વિકાસના માર્ગે વધુ આગળ જવો જોઇએ.

- હું નાનો છું અને નાના લોકો માટે વિચારું છું.

- કોંગ્રેસના પંજાએ આઠ વર્ષ સુધી બધુ સાફ કરી દિધું છે.

- દેશમાં નવી સરકાર બન્યા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થયા

- આઠ વર્ષમાં દેશ બરબાદ થઇ ગયો, હું આઠ મહિનામાં દેશને મુસીબતોમાંથી બહાર કાઢી દઇશ.

- પહેલીવાર મુંબઇ-શાંઘાઇ વચ્ચે વિકાસ માટે કરાર થયા છે.

- મહારાષ્ટ્રના વિકાસમ માટે ખભાથી ખભો મિલાવીને ચાલીશ.

- ગોપીનાથ મુંડેની કમી ક્યારેય અનુભવવા નહી દઉં.

- ખેડૂતોને પાણી મળતાં માટીમાંથે સોનું કાઢશે ખેડૂત.

- ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડવાનો સંકલ્પ કરવો પડશે.

- દેશને સાફ કરવાની જવાબદારી ઉઠાવવી જોઇએ.

English summary
PM Narendra Modi addresses election rally in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X