મોદીની લોકપ્રિયતા નહેરુ જેવીઃ અશોક સિંઘલ

પૂર્વ વિહિપ ચીફનું આ પ્રકારનું નિવેદન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની મુલાકાત પહેલાના થોડા સમય અગાવ જ આવ્યું હતું. રાજનાથ સિંહ ત્યાં સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓને મળશે અને વિશ્વ હિન્દુ પરિષદની સેન્ટ્રલ એડવાઇઝરી કમિટિની બેઠકમાં ભાગ લેશે. વિહિપનો સમારોહ મર્યાદા અને સીમા અનુરુપ હોવાનું જણાવતા પૂર્વ વિહિપ ચીફે કહ્યું છે, ' રાજકારણ સાથે જોડાઇને અમે શાંતિ ભંગ કરવા માગતા નથી. અમારો આત્મા સંપૂર્ણપણે હિન્દુ સમાજ માટે સમર્પિત છે.
ગુરુવારે આયોજિત ધર્મ સંસદમાં મોદીને પ્રધાનમંત્રી પદ પર આગળ કરવાને લઇને ચર્ચા થશે, તે સવાલ પર સિંઘલે કહ્યું કે વિહિપની બેઠકમાં પ્રધાનમંત્રી પદ અને મોદીને લઇને કોઇ ચર્ચા થશે નહીં. તે અમારો મુદ્દો નથી. તેમણે કહ્યું કે, સંત સમાજ સાથે બેઠકમાં અમે રામ મંદિર આંદોલન અંગે નવેસરથી ચર્ચા કરીશું.
નોંધનીય છે કે, આ પહેલાં મહાકુંભમાં અલ્હાબાદ પહોંચેલા વિશ્વ હિન્દૂ પરિષદના પ્રવિણ તોગડિયાએ પણ મોદી અંગે કંઇ પણ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, પીએમ મદના ઉમેદવારથી તેમને કોઇ મતલબ નથી. એ કામ ભારતીય જનતા પાર્ટીનું છે. અહીં ચાલી રહેલા સમારોહમાં અમે તેમનું સ્વાગત કરીશું જે હિન્દૂ છે. પછી તે કોઇપણ પાર્ટીનું કેમ ના હોય.












Click it and Unblock the Notifications
