For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વે: CMની રેસમાં કિરણ કરતા આગળ નિકળી ગયા કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: દિલ્હી ચૂંટણીની ઊંધી ગણતરી શરૂ થઇ ચૂકી છે, સારી પાર્ટીઓએ જંગ જીતવા માટે પોતાની પૂરેપૂરી શક્તિ લગાવી દીધી છે. પરંતુ ઇન્ડિયા ટૂડે-સિસરોના તાજા સર્વે અનુસાર આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઊભરશે અને કિરણ બેદીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો ફાયદો તેને નિશ્ચિતપણે મળશે પરંતુ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફથી તેમને જોરદાર ટક્કર મળવાની છે.

આ સર્વે પ્રમાણે દિલ્હીમાં કેજરીવાલની લોકપ્રિયતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી વધારે છે અને એટલું જ નહીં તાજા સર્વે તો એ પણ કહે છે કે મુખ્યમંત્રીની રેસમાં પણ કેજરીવાલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદી પર ભારે છે.

kejriwal
સર્વે: દિલ્હીવાળાએ મુખ્યમંત્રી માટે કેજરીવાલને પોતાની પહેલી પસંદ ગણાવ્યા
ઇન્ડિયા ટૂડે-સિસરોના સર્વે અનુસાર દિલ્હીની 41 ટકા જનતાને મુખ્યમંત્રી તરીકે કેજરીવાલને પોતાની પહેલી પસંદ ગણાવી છે, તો 38 ટકા જનતાએ કિરણ બેદીને મુખ્યમંત્રી બનાવવા ઇચ્છા વ્યક્ત કરી છે, તો 12 ટકા લોકો એવા પણ છે જેમણે અજય માકનને સીએમની ખુરશી પર બેસાડવાની ઇચ્છા વ્યક્ત કરી. એટલું જ નહીં દિલ્હીની 40 ટકા જનતા અરવિંદ કેજરીવાલને મોદીથી વધારે લોકપ્રિય નેતા માને છે તો 31 ટકા જનતાની નજરમાં મોદી નંબર વન છે.

38 ટકા જનતાએ કિરણ બેદીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા
હાલમાં આ સર્વેની કેટલી વાતો સાચી પડે છે અને કેટલી ખોટી તે તો 10 ફેબ્રુઆરીના રોજ માલૂમ પડશે, જે દિવસે ચૂંટણીના પરિણામો આવશે. હાલમાં તો કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દિલ્હીના મતદારોના દિલ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે એતો હવે દિલ્હીનો વોટર જ નક્કી કરશે.

English summary
According to India Today-Cicero poll, Narendra Modi and Kiran Bedi combine may win more votes but Kejriwal has Delhis hearts in the upcoming Delhi Assembly elections slated for February 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X