For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, ખરીફ પાકો પર 1.5 ગણા ભાવ મંજૂર

મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણી પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણી પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવો વધારવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. સમાચાર મુજબ કેબિનેટ મીટિંગમાં 14 પાકોના ટેકાના ભાવમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત ઘણા રાજ્યોના ખેડૂતોને સીધો લાભ મળશે.

સરકારે 14 પાકોના ભાવ વધાર્યા

સરકારે 14 પાકોના ભાવ વધાર્યા

સરકારે જે પાકના ભાવો વધારવાનો નિર્ણય કર્યો છે તે અનુસાર ડાંગરની કિંમત 1550 રૂપિયાથી વધીને 1750 રૂપિયા પ્રતિ ક્વિંટલ અને ડાંગર એ ગ્રેડની કિંમત 1590 રૂપિયાથી વધારીને 1770 પ્રતિ ક્વિટંલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાગીના ભાવમાં 52.5 ટકા, જુવારના ભાવમાં 42 ટકા, બાજરીમાં 36.8 ટકા અને મગમાં 25.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તુવેરના ભાવમાં માત્ર 4.1 ટકા અને અડદમાં 3.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ખેડૂતોને મોટી રાહત

ખેડૂતોને મોટી રાહત

એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવો એ કિંમત હોય છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે. ખેડૂતો માટે પાક પર 50 ટકા નફો આપવાના ઈરાદે ટેકાના ભાવોમાં રેકોર્ડ વધારાનો નિર્ણય સરકારે લીધો છે. જે હેઠળ અનાજની કિંમતના અંદાજ માટે એ2 + એફએલ ફોર્મ્યુલા નો અપનાવવામાં આવશે. જેમાં પાકની વાવણી પર થતો કુલ ખર્ચ અને પરિવારના સભ્યોની મજૂરી શામેલ હશે.

12 કરોડ ખેડૂતોને મળશે લાભ

12 કરોડ ખેડૂતોને મળશે લાભ

તમને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી લગભગ 12 કરોડ ખેડૂતોને આનો સીધો લાભ મળશે. 10 વર્ષો બાદ ડાંગરના ટેકાના ભાવમાં આ પ્રકારનો વધારો સરકારે કર્યો છે. વળી, વિશેષજ્ઞોનું એ પણ કહેવુ છે કે વધુ ભાવોથી અનાજનું વધુ ઉત્પાદન થવાની આશા છે.
પાક - ભાવ (રૂપિયા/ક્વિંટલ) (2017-18)
ડાંગર - 1,550
જુવાર - 1,700
બાજરી/મકાઈ - 1,425
તુવેર - 5,450
મગ - 5,575
મગફળી - 4,450
સોયાબીન - 3,050
અડદ - 5,400

English summary
modi cabinet decision kharif crop msp hike farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X