કેન્દ્રિય મંત્રી અનુપ્રિયા પટેલનો રોડ અકસ્માત, થયો આબાદ બચાવ
કેન્દ્રિય મંત્રી અનુપ્રિયા પટેલની ગાડીઓનો કાફલો અંદરો-અંદર અથડાયો હતો, જેમાં અનુપ્રિયા પટેલનો આબાદ બચાવ થયો હતો.
કેન્દ્રિય મંત્રી અનુપ્રિયા પટેલની ગાડીઓનો કાફલો અંદરો-અંદર અથડાયો હતો, જેમાં અનુપ્રિયા પટેલનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં અનુપ્રિયા પટેલને સાધારણ ઇજાઓ થઇ છે, તેમને માથામાં ઇજા થઇ હોવાની વાત પણ સામે આવી છે. તેમને માથામાં થયેલ ઇજા સાધારણ છે. આ ઘટના ઇલાહાબાદમાં થઇ હતી, જેમાં કુલ 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.

જે સમયે આ ઘટના ઘટી ત્યારે અનુપ્રિયા પટેલની ગાડીઓનો કાફલો ઇલાહાબાદના કારવાં ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો. તેઓ એક સભામાં સહભાગી થવા માટે જઇ રહ્યાં હતા, એ જ સમયે તેમની ગાડીઓ અંદરો-અંદર અથડાઇ હતી. આ એક નાનકડો રોડ અકસ્માત હતો. અનુપ્રિયા પટેલ મોદી સરકારમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી છે












Click it and Unblock the Notifications
