For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુરના ફૂલબાગ મેદાનમાં મોદી ખીલવશે 'કમળ', કરી શકશે રેલી

|
Google Oneindia Gujarati News

લખનઉ/કાનપુર, 3 ઓક્ટોબર : ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત ઐતિહાસિક ફૂટબોલ મેદાનમાં રેલી કરવાની પરવાનગી મળી ગઇ છે. આ અંગેની પરવાનગી જિલ્લા પ્રસાશને આપી છે. રેલી સંબંધમાં મેદાનને લઇને પ્રશાસન અને ભાજપા નેતાઓમાં ટકરાવની સ્થિતિ પેદા થઇ ગઇ છે.

કાનપુરમાં મોદીની રેલી 15 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી પરંતુ દશેરા અને બકરી ઇદનો હવાલો આપીને તેને 19 સુધી લંબાઇ દેવાઇ. ભાજપા નેતાઓની કોશિશ મોદીની રેલી કાનપુરથી ફૂલબાગ મેદાનમાં કરાવવાની હતી, પરંતુ તંત્ર આના માટે રાજી ન્હોતું. ભાજપા નેતાઓનું માનવું છે કે ફુલબાગમાં લગભગ પાંચ લાખ લોકો સરળતાથી એકત્રિત થઇ જશે માટે આ મેદાન મોદીની રેલી માટે યોગ્ય રહેશે.

Narendra Modi
આ મામલાને લઇને બુધવારે જિલ્લા પ્રશાસન અને ભાજપા નેતાઓની વચ્ચે ઘણીવાર વાતચીત થઇ. પરંતુ મોડી સાંજ સુધી અસમંજસની સ્થિતિ બની રહી. ભાજપા નેતાઓ અને જિલ્લાધિકારીની વચ્ચે મોડી રાત ફરીથી બેઠક મળ્યા બાદ આખરે મોદીની રેલીને ફૂલબાગ મેદાનમાં થવા દેવા માટે મંજૂરી તંત્રએ આપી દીધી.

તંત્ર દ્વારા પરવાનગી મળ્યા બાજ હવે ભાજપા ઉત્તર પ્રદેશમાં મોદીની પ્રથમ રેલીને સફળ બનાવવાની તૈયારીઓમાં લાગી ગઇ છે. ભાજપાના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદુર પાઠકે જણાવ્યું કે તંત્રએ વાતચીત બાદ મોદીની રેલીને પરવાનગી આપી દીધી છે. હવે આ મેદાનમાં મોદીની રેલી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રદેશની અત્યાર સુધીની ઐતિહાસિક રેલી બની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ભાજપા નેતા વરુણ ગાંધીની આગરા રેલી પર પ્રશાસને શાંતિ ભંગ હોવાની આશંકાને ધ્યાનમાં રાખતા રોક લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની આઠ ક્ષેત્રિય રેલિયો થશે જ્યારે રાજધાનીમાં કાર્યકર્તા મહાકુંભનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રદેશભરમાંથી ભાજપા કાર્યકર્તા રાજધાની પહોંચશે.

English summary
Now Narendra Modi can do rally in Kanpur's Fulbaug, UP Government gave permit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X