ચિદમ્બરમની માતાના નિધન પર મોદીએ વ્યક્ત કર્યો શોક

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ભાજપની કાર્યકારિણી બેઠકમાં હાજરી આપવા માટે ગોવામાં છે. મોદીએ નાણામંત્રી પી. ચિદમ્બરમની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ સોશિયલ મીડિયા સાઇટ, ટ્વિટર પર જણાવ્યું કે 'પી. ચિદમ્બરમની માતા લક્ષ્મી પલાનિયપ્પનના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ થયું. ઇશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.'
લક્ષ્મી પલાનિયપ્પનના બે દિકરા છે એક પી. લક્ષ્મણ અને ચિદમ્બરમ. પોતની માતાના નિધનના સમાચાર સાંભળીને ચિદમ્બરમ વિમાન દ્વારા ચેન્નાઇ પહોંચી ગયા. ચિદમ્બરમની માતાનું અંતિમ સંસ્કાર શુક્રવારે સાંજે જ કરવામાં આવશે. તમિલનાડુના રાજ્યપાલ કે. રૌસૈયા, કોંગ્રેસના દિગ્ગજ નેતા, તમિલનાડુ વિધાનસભાના સભ્યો તથા સંસદના સભ્યોની સાથે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ટી.કે રંગરાજનના દિવંગત આત્માને શ્રદ્ધાસુમન અર્પિત કરી.












Click it and Unblock the Notifications
