• search

ભારતના પુતિન છે મોદી, જેમણે પાક, પશ્ચિમને કર્યા નર્વસ

બેંગ્લોર, 4 મેઃ દરેક પ્રકારના સર્વે અને એક્ઝિટ પોલ્સના નિર્ણયથી સ્પષ્ટ થઇ ગયુ છેકે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે અને આ વાતના પૂરા અણસાર છેકે નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન બનશે. એ વાતની આશંકા બાદ જ્યાં પશ્ચિમી મીડિયામાં નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા કેટલાક સમાચારો સતત પ્રકાશિત થઇ રહ્યાં છે, તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનની બેચેની પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. એક વાત પશ્ચિમ અને પાકમાં સ્પષ્ટ જોવા મળી શકે છે અને આ બન્ને જ મોદીના કારણે તણાવમાં છે. ક્યાંકને ક્યાંક કદાચ નરેન્દ્ર મોદીના કારણે પાકિસ્તાન અને પશ્ચિમી દેશોને વિશ્વના આ ભાગોમાં આગામી બ્લાદીમીર પુતિનની ઝલક પણ જવા મળી રહી છે.

narendra-modi-vladmir-putin
પુતિનની જેમ રાષ્ટ્રવાદીની છબીવાળા મોદી

બન્નેના તણાવનું કારણ સ્પષ્ટ છે. કદાચ પશ્ચિમી દેશોની જેમ પાકિસ્તાનને પણ આશા નહીં હોય કે મોદી તરીકે ભારતને એક એવા વડાપ્રધાન મળશે તે પોતાની ટીકાઓથી ગભરાયને અને બીજાની સામે ઝૂકવાના બદલે તેનો ડટકર સામનો કરશે અને ક્યાંકને ક્યાંક બીજાને પોતાની સામે ઝૂકવા માટે મજબૂર કરશે. નરેન્દ્ર મોદી પોતાને એક નબળા નેતા કહેવડાવવાનું પસંદ કરતા નથી. અમેરિકા અને બ્રિટન સાથે જ કેટલાક અને પશ્ચિમી દેશો તરફથી જ્યારે તેમનો વિરોધ શરૂ થયો તો મોદીએ ટીકાઓના બદલે મજબૂતી સાથે તેનો જવાબ આપ્યો છે. તેના કારણે આજે અમેરિકા અને વીઝા આપવાના મુદ્દે પોતાના તમામ વિકલ્પ ખુલ્લો રાખવાનું એલાન કર્યું છે. આ એ વાતનું સ્પષ્ટ ઉદાહરણ છે. નરેન્દ્ર મોદી જે પ્રકારે પોતાની ચૂંટણી રેલીઓમાં પાક પર નિશાન સાધે છે, તે કદાચ પાડોસી દેશની ગભરાટ અને તણાવનું સૌથી મોટું કારણ છે. તેવામાં એ કહેવું જરા પણ ખોટું નહીં હોય કે મોદી ભારતમાં પુતિનની જેમ રાષ્ટ્રવાદી નેતા તરીકે ઉભરી રહ્યાં છે.

બ્રિટિશ ન્યુઝપેપર ધ ઇકોનૉમિસ્ટમાં ઝળક્યું બ્રિટેનનું વલણ

નરેન્દ્ર મોદી અંગે બ્રિટન શું પ્રતિભાવ રાખે છે, તે ત્યાંના એક સમાચાર પત્ર ધ ઇકોનૉમિસ્ટમાં રજૂ કરવામાં આવ્યું. માત્ર બ્રિટન જ નહીં પરંતુ પશ્ચિમના અનેક દેશોનો પ્રતિભાવ કદાચ ઇકોનૉમિસ્ટના એક આર્ટિકલમાં રજૂ કરવામાં આવ્યું, જેનું ટાઇટલ હતુ, કેન એનીવન સ્ટૉપ મોદી. આ આર્ટિકલ એક તરફી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આર્ટિકલમાં સુપ્રીમ કોર્ટની એ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, જેમાં નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપવામાં આવી હતી. આ આર્ટિકલ થકી નરેન્દ્ર મોદી વિરુદ્ધ બ્રિટિશ સ્ટાઇલમાં એક પ્રોપગેન્ડા ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇકોનૉમિસ્ટે પોતાના આર્ટિકલમાં લખ્યું હતું કે સારું થશે કે ભારતની જનતા નરેન્દ્ર મોદીના બદલે રાહુલ ગાંધીને પસંદ કરે. જો કે, ધ ઇકોનૉમિસ્ટે પોતાના લેખમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે રાહુલ ગાંધી પણ દેશ માટે કોઇ સારો વિકલ્પ નહીં હોય પરંતુ તેમ છતાં મોદીની સરખામણીએ તેઓ એક સારા નેતા સાબિત થશે.

ભારતમાં લોકસભા ચૂંટણી, પાકિસ્તાનમાં હલચલ

નરેન્દ્ર મોદી જે પ્રકારે આગળ વધી રહ્યાં છે, તેના કારણે પાકિસ્તાનમાં હલચલ મચી ગઇ છે. છેલ્લા કેટલાક દિવસમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવતા નિવેદનો એ વાત તરફ ઇશારો કરે છે. પાકિસ્તાનના આતંરિક મામલાઓના મંત્રી ચૌધરી નિસાર ખાને એક નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદી જો ભારતના વડાપ્રધાન બન્યા તો આ ક્ષેત્રની શાંતિ માટે એક મોટું જોખમ સાબિત થઇ શકે છે. એક એવો દેશ જે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં આતંકવાદને વધારો આપી રહ્યો છે, તેના તરફથી આ પ્રકારના નિવેદન આવવા એ ચોંકાવનારી વાત છે.

આ બધાથી અલગ એક ગુજરાતી ન્યુઝ ચેનલને મોદીએ આપેલા ઇન્ટરવ્યુ અને એ ઇન્ટરવ્યુમાં મોદીએ જે વાતો કહી તેનો એ સાર હતો કે ભારતે પણ પાકમાં રહેલા દાઉદ વિરુદ્ધ એ જ પ્રકારની કાર્યવાહી કરવી જોઇએ જે પ્રકારની કાર્યવાહી અમેરિકાએ ઓસામા બિન લાદેન વિરુદ્ધ કરી હતી. આ ઇન્ટરવ્યુ બાદ પાકિસ્તાન તરફથી નિવેદનો આવવાનો સિલસિલો યથાવત છે. વર્ષ 2013માં રજૂ થયેલા એક અમેરિકન રિપોર્ટથી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે પાકિસ્તાનમાં ચાલતા આતંકી કેમ્પો અને ગતિવિધિઓના કારણે ભારત ઘણું પ્રભાવિત થયું છે. કદાચ નરેન્દ્ર મોદીએ પોતાના ઇન્ટરવ્યુમાં આ વાતને દિમાગમાં રાખીને દાઉદ અંગે વાત કહી હતી. આ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે મોદીએ ક્યારેય પોતાના ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનનું નામ લીધી નથી. તેમ છતાં પાકિસ્તાનના મંત્રી ચૌધરી નિસાર ખાન તરફથી આવનારા નિવેદનોથી પાકિસ્તાનની અપરિપક્વતા સ્પષ્ટ ઝળકે છે.

મોદીનું વલણ મહનમોહનથી અલગ

વાત માત્ર ચૌધરી નિસાર ખાન સુધી જ સીમિત હોત તો વાંધો નહોતો પરંતુ આ મુદ્દે જ્યારે પાક સેના પ્રમુખ જનરલ રાહીલ શરીફનું નિવેદન આવ્યું તો ભારતમાં અનેક લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જનરલ રાહીલ તરફથી કાશ્મીરના પાકના ગળાની નસ કહેવામાં આવ્યું છે. પાક જે છેલ્લા 10 વર્ષોથી યુપીએના કુણા વલણનું આદી થઇ ગયું હતું, હવે તે કદાચ મોદીના આક્રમક તેવરને જોઇને થોડુંક પરેશાન છે. તેમને એ વાતનો ડર છેકે 10 વર્ષોમાં જ્યારે મનમોહન સિંહ ભારના વડાપ્રધાન હતા, ત્યારે તેમણે ક્યારેય કોઇ મુદ્દે કડક વલણ અપનાવ્યું નહીં, પરંતુ હવે જ્યારે મોદી દેશના આગામી વડાપ્રધાન બની શકે છે તો તેના માટે મુશ્કેલીઓ વધી ગઇ છે. નરેન્દ્ર મોદીએ એ વાત સ્પષ્ટ કરી દીધી છેકે તે પાક તરફથી કોઇપણ કાયરતાપૂર્ણ હરકતોને લઇને ચૂપ નહીં બેસી રહે.

પુતિનની જેમ તોડશે પશ્ચિમનો દંભ

મોદી હંમેશાથી સેનાઓના આધુનિકરણ અને દેશના હથિયારોમાં નવિનતા લાવવાની વાત કરતા રહે છે. મોદીનું માનવું છેકે એ એક પહેલુંને છેલ્લા કેટલાક વર્ષોથી અવગણવામાં આવ્યું છે. દેશની સાથે સેનાનો વિકાસ રોકાયેલો છે અને વર્તમાન સમયમાં દેશ આ સ્થિતિમાં નથી કે તે કોઇપણ યુદ્ધનો સામનો કરી શકે. પાક એ વાતને લઇને વધારે ચિંતાગ્રસ્ત છે. પાકિસ્તાન હોય કે પછી પશ્ચિમના દેશો બન્ને એ વાતથી વધારે ચિંતિત છેકે ભારતમાં રશિયન રાષ્ટ્રપતિ બ્લાદીમીર પુતિનની જેમ એક નેતાને મોટી માત્રામાં સ્વિકારવામાં આવી રહ્યાં છે. તેઓ ક્યાંકને ક્યાંક મોદીમાં પુતિનની છબી જોવા લાગ્યા છે. પશ્ચિમી દેશો હોય કે પછી પાકિસ્તાન બન્ને ક્યારેય એ વાતને સ્વીકારી નહીં શકે કે એશિયા અથવા પછી આફ્રિકામાં એક મજબૂત નેતૃત્વ સામે આવે કારણ કે આખું વિશ્વ જાણે છેકે કેવી રીતે સરદાર પટેલ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝે તેમનું ઘમંડ તોડ્યું હતું.

રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો ઉદ્ભવ આજથી લગભગ અંદાજે દોઢ દશકા પહેલા રશિયામાં થયો હતો, જ્યારે તે રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સામે આવ્યા હતા. પુતિને માત્ર રશિયન અર્થવ્યવસ્થાને જ નહોતી સંભાળી પરંતુ અહીની મિલિટ્રીને પણ શક્તિશાળી બનાવી હતી. આજે રશિયા એક કિલ્લામાં બદલાઇ ગયું છે, જેને તોડવું યુરોપ માટે સંભવ નથી અને ના તો અમેરિકા માટે. યુક્રેનમાં જન્મેલી સ્થિતિ અંગે ફરી એકવાર પુતિને એ સાબિત કરી દીધું છેકે યુરોપિયન યુનિયન અને અમેરિકાને ઘુટણીએ બેસવા માટે મજબૂર કરી દેવામાં આવે.

પુતિન હંમેશાથી આતંકવાદ અને એવી શક્તિઓ વિરુદ્ધ સખ્તી સાથે લડે છે. કદાચ પાકિસ્તાન અને પશ્ચિમી દેશોને એ વાતની જાણકારી છેકે મોદી પણ પુતિનની જેમ કેટલીક ખાસ યોગ્યતા રાખે છે. મોદી પણ પુતિનની જેમ અર્થવ્યવસ્થા અને સેનાઓના અધુનિકરણમાં માને છે. પાક પણ એ જાણે છેકે જો મોદીના નેતૃત્વમાં 26/11 જેવો હુમલો થયો તો પછી ભારત શાંત નહીં બેસે. સાથે જ તેને એ વાતનો અહેસાસ પણ થઇ ગયો છેકે મોદી બાદ ભારત કોઇ આતંકી ઘટના પર શાંત નહીં બેસે અને તેનો મુતોડ જવાબ આપશે.

English summary
BJP's PM candidate and Gujarat chief minister Narendra Modi emerged as India’s Vladimir Putin. He actually made both Pakistan and West nervous.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more