ઓસરતો ‘કેજરીવાત’: દિલ્હીમાં પણ મોદી પહેલી પસંદ

Posted By: Super
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 28 જાન્યુઆરીઃ દિલ્હીમાં ભલે અરવિંદ કેજરીવાલે સરકાર બનાવી લીધી હોય પરંતુ એબીપી ન્યૂઝ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વે અનુસાર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને જોરદાર સમર્થન મળ્યું હોવા છતાં પણ વડાપ્રધાન તરીકેની નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને તેઓ ઓછી કરી શક્યા નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાયદા મંત્રી સોમનાથ ભારતીનો બચાવ અને પોલીસ કર્મીઓને બર્ખાસ્ત કરવાની માંગને લઇને રસ્તા પર ઉતરેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જનતાનો સાથ મળી રહ્યો નથી.

એબીપી ન્યૂઝ-નીલસન દ્વારા તાજેતરમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં દિલ્હીની અડધા ઉપરની જનતા સોમનાથ પાર્ટી દ્વારા સેક્સ અને ડ્રગ્સના નામે અડધી રાત્રે જે પ્રકારે રેડ પાડવામાં આવ્યું, તેનાથી આમ આદમી પાર્ટીની છબી ખરડાઇ છે, તેમજ ત્યારબાદ અરવિંદ કેજરીવાલ દ્વારા જે ધરણા કરવામાં આવ્યા તેને લઇને પણ દિલ્હીની જનતા નારાજ થઇ છે. જ્યારે લોકસભામાં વડાપ્રધાન તરીકે દિલ્હીની જનતામાં મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે.

સોમનાથ ભારતી વિવાદ બાદ ‘આપ'ની છબી ખરડાઇ?

સર્વે દરમિયાન જ્યારે દિલ્હીની જનતાને સોમનાથ ભારતીના વિવાદથી ‘આપ'ની છબી ખરડાઇ છે, તેમ પૂછવામાં આવતા 55 ટકા લોકોએ કહ્યું હાં, જ્યારે 40 ટકા લોકોને એવું લાગી રહ્યું નથી.

કેજરીવાલે ખોટા ધરણા કર્યા

કેજરીવાલે ખોટા ધરણા કર્યા

જ્યારે લોકોને કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા ધરણા અંગે પૂછવામાં આવ્યું તો 50 ટકા લોકોએ તેને ખોટા ઠેરવ્યા જ્યારે 48 ટકા લોકો તેમની સાથે હતા, જ્યારે 2 ટકા લોકો અજાણ રહ્યાં હતા.

55 ટકા લોકો કેજરીવાલના કામથી ખુશ

55 ટકા લોકો કેજરીવાલના કામથી ખુશ

કેજરીવાલની સરકાર બન્યે એક મહિનો થઇ ગયો છે, જેને લઇને કેજરીવાલ દ્વારા આ એક મહિનામાં કરવામાં આવેલા કામ અંગે પૂછવામાં આવતા 55 ટકા લોકો તેમના કામથી ખુશ જણાઇ રહ્યાં હતા, જ્યારે 28 ટકા લોકોએ એવરેજ અને 16 ટકા લોકોએ કામને ખરાબ ગણાવ્યું છે.

દિલ્હીની અડધી જનતાનો મોદીને પીએમ બનાવવાના હકમાં

આમ તો દેશભરમાં મોદીની લહેર જોવા મળી રહી છે, પરંતુ દિલ્હીની જનતા કેજરીવાલને જ પોતાના નેતા માની રહી છે, જો કે, એબીપી ન્યૂઝ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં પીએમ પદની રેસમાં કેજરીવાલનો ગ્રાફ નીચો જતો જોવા મળ્યો છે. સર્વે અનુસાર દિલ્હીની 50 ટકા જનતા મોદીની પીએમ તરીકે જોવા માગે છે, જ્યારે 37 ટકા જનતા કેજરીવાલને અને માત્ર 10 ટકા જનતા રાહુલ ગાંધીને પીએમ તરીકે જોવા માગે છે.

જો વિધાનસભાની ચૂંટણી ફરીથી થાય તો 63 ટકા લોકો આપશે કેજરીવાલને મત

63 ટકા લોકોનું કહેવું છે કે જો વિધાનસભાની ચૂંટણી અત્યારે હાથ ધરવામાં આવે તો તેઓ કેજરીવાલને મત આપશે. જ્યારે 35 ટકા લોકો તેમના વિરોધમાં છે. આ જ પ્રશ્ન જ્યારે લોકસભાની ચૂંટણીને લઇને પૂછવામાં આવ્યો તો 51 ટકા લોકો આમ આદમી પાર્ટી તરફ ઝુકેલા જોવા મળ્યા જ્યારે 46 ટકા લોકો આમ આદમી પાર્ટીના વિરોધમાં ઉભેલા જોવા મળ્યા છે.

English summary
BJP leader Narendra Modi is the preference of half of the respondents surveyed in Delhi for the position of Prime Minister.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.