'મોદી વડાપ્રધાનને લાયક છે પરંતુ દાવેદાર નહી'- સુષ્મા સ્વરાજ

સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી વિશે તેમને જે પણ કહ્યું તેના પર તે અડગ છે. પરંતુ મિડીયાએ દરેક વસ્તુને મારી મચેડીને રજૂ કરવી ન જોઇએ. દાવેદાર અને પાત્ર અલગ-અલગ વસ્તુ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે લાયક છે, તેમાં કોઇ મનાઇ કરી શકે નહી. તે આ પદ માટે યોગ્ય પણ છે.
સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ગઠબંધના સમયમાં જો કોઇ પહેલાંથી વડાપ્રધાન પદના ઉમેદવારને જાહેર કરી દે છે અને ત્યારબાદ તેના પર સહમતિ ન બને તો શું તેની મજાક ઉડાવાશે નહી.
એક હિન્દી ચેનલ દ્રારા આયોજીત કાર્યક્રમ દરમિયાન લોકસભામાં વિપક્ષની નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ગુજરાતમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે યોગ્ય છે તો તેમને કહ્યું હતું કે નિશ્વિતપણે તે યોગ્ય છે. ત્યારબાદ તેમની ટિપ્પણીને ટાંકતાં ગોપીનાથ મુંડે, અનંત કુમાર, લાલકૃષ્ણ અડવાણી અને અરૂણ જેટલીને પૂછવામાં આવ્યું તો તેમને પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી આ પદ માટે યોગ્ય ઉમેદવાર છે.
તેમને કહ્યું હતું કે પહેલાં અમારે એ નક્કી કરવું પડશે કે અમારે કોઇને પણ ઉમેદવાર તરીકે રજૂ કરવો છે કે નહી. મારો પોતાનો મત છે કે શરૂઆતમાં કોઇને પણ વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કરવા યોગ્ય નથી. વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જ્યારે રાજકારણ દ્રિધ્રુવિય થઇ ગયું છે અને ગઠબંધન દોર શરૂ થઇ ગયો છે એવી સ્થિતીમાં ચુંટણીના પરિણામો આવ્યા બાદ પાર્ટી સંસદીય બોર્ડમાં આ અંગે નિર્ણય કરશે.












Click it and Unblock the Notifications
