રાહુલ અને મોદી બંને દેશનું ભલું ના કરી શકે : હઝારે

હઝારેએ અત્રે પત્રકારો સાથે ચર્ચા કરતા જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા બિલમાં કેન્દ્ર સરકારની દાનત યોગ્ય નથી, જો તેમની દાનત સાફ હોત તો તેઓ વિધેયકને ગૃહમાં લાવતા અને તેને પાસ કરાવવા માટે પહેલ કરતા. તેમણે મધ્યપ્રદેશમાં થઇ રહેલા ભ્રષ્ટાતારના સંબંધમાં પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે રાજ્યોમાં થઇ રહેલા ભ્રષ્ટાચારનો સંબંધ કેન્દ્ર સરકાર સાથે જોડાયેલ છે.
તેમણે જણાવ્યું કે જો લોકપાલ બિલ લાગૂ જઇ જાય છે તો આ પ્રકારના ભ્રષ્ટાચાર પર લગામ લગાવી શકાશે. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે ગાંધી અને મોદીના પ્રધાનમંત્રી બનવાથી દેશને કોઇ ફાયદો થવાનો નથી.
તેમણે દેશની પાર્ટીઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમનો દેશમાં જનાધાર નથી. આ પહેલા હઝારે ગઇકાલે પોતાની જનતંત્ર યાત્રાના ક્રમમાં મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પહોંચેલા અને અત્રે આયોજિત સભાઓને સંબોધિત કરી.












Click it and Unblock the Notifications
