For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક. ફાયરિંગ પર મોદીએ તોડી ચુપ્પી, કહ્યું બધું સારું થઇ જશે

|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી, 8 ઓક્ટોબર: સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, જેના પર તમામ વિપક્ષી નેતાઓ નરેન્દ્ર મોદી પર ટિખળ કરી રહ્યા છે. જેના પગલે નરેન્દ્ર મોદીએ આજે પોતાની ચુપ્પી તોડતા જણાવ્યું કે ટૂંક સમયમાં બધું જ સારું થઇ જશે. સૂત્રો અનુસાર નરેન્દ્ર મોદી બોર્ડર પર સીઝફાયરનો ભંગ કરી રહેલા પાકિસ્તાન સામે નિપટવા માટે સુરક્ષા દળોને છૂટ આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટૂંકમાં સંદેશ આપ્યો છે કે દબાણમાં આવ્યા વગર પાકિસ્તાન ફાયરિંગનો જડબા તોડ જવાબ આપવામાં આવે.

બીજી તરફ ગૃહમંત્રાલયે ભારતીય સરહદ પર પાકિસ્તાન દ્વારા જારી ફાયરિંગથી ઉત્પન્ન હાલતની સતત દેખરેખ રાખી રહ્યું છે જેથી તેની સાથે કડકાઇતી નીપટી શકાય. આધિકારીક સૂત્રો અનુસાર ગૃહમંત્રી, ગૃહ રાજ્યમંત્રી કિરન રિજિજૂ, ગૃહ સચિવ અનિલ ગોસ્વામી અને સરહદ સુરક્ષા બળના વરિષ્ઠ અધિકારીઓને પળેપળની જાણકારી આપવામાં આવી રહી છે અને તેઓ પોતે પણ તેની જાણકારી લઇ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરહદ પાર અને નિયંત્રણ રેખાની પાસે સ્થિતની ઉચ્ચ સ્તરિય સમીક્ષા પણ કરવામાં આવી રહી છે અને તેની દેખરેખ પણ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા સલાહકાર અજિત ડાવોલ દરેક કલાકની ત્યાંની જાણકારી મેળવી રહ્યા છે.

ગૃહ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના આ હુમલાને જોતા તેને કડક ચેતવણી આપી છે અને ભારતીય સેનાએ પણ જવાબી હુમલા કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે પહેલા જણાવ્યું પણ હતું કે જો પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નહીં આવે તો ભારત તેને મોતોડ જવાબ આપશે. પાકિસ્તાન તરફથી વારંવાર કરવામાં આવતી ફાયરિંગના પગલે ભારતે ફ્લેગ મિટિંગ પણ રદ કરી દીધી છે.

English summary
Modi gives free hand to forces over ceasefire violations by Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X