For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમાતમાં ભાગ લેનાર 300 વિદેશીઓ સામે મોટી કાર્યવાહીની તૈયારીમાં મોદી સરકાર

ભારત સરકાર જમાતમાં ભાગ લેનાર 300 વિદેશીઓ સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે જે રીતે દિલ્લીમાં તબલીક-એ-જમાતમાં દુનિયાના તમામ દેશોના નાગરિકોએ ભાગ લીધો તે બાદ મોટી સંખ્યામાં લોકોમાં સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ભારત સરકાર આ લોકો સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યુ છે. 16 દેશોના નાગરિકોએ આ જમાતમાં ભાગ લીધો હતો જેમાં મલેશિયા, થાઈલેન્ડના પણ નાગરિક હતા જે ભારતમાં ટુરિસ્ટ વિઝા પર આવ્યા હતા. આ લોકો નવી દિલ્લીના નિઝામુદ્દીન વિસ્તારમાં જમાતમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

8000 લોકોએ લીધો ભાગ

8000 લોકોએ લીધો ભાગ

ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યુ કે નિઝામુદ્દીન મરકજમાં 8000 લોકોએ ભાગ લીધો હતો. મહત્વની વાત એ છે કે કોવિડ-19ના ખતરા વચ્ચે લોકો આમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જમાતમાં ઘણા લોકો કોરા વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. માહિતી અનુસાર લગભગ 30 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જે લોકોએ આ જમાતમાં ભાગ લીધો હતો જ્યારે ત્રણ લોકોના મરવાના સમાચાર પણ છે.

બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે

બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે

જે લોકો ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા અને તેમણે આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમની સામે સરકાર મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર આ લોકોને બ્લેકલિસ્ટ કરી શકે છે. આ લોકોએ વિઝાની શરતોનુ ઉલ્લંઘન કર્યુ છે. ટુરિસ્ટ વિઝા પર ભારત આવનારા લોકો કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ નથી લઈ શકતા. જો કોઈ પણ વિદેશી પર્યટકને બ્લેકલિસ્ટ કરવામાં આવે તો તે ભારતની યાત્રા નહિ કરી શકે.

281 વિદેશી લોકો હતા જમાતમાં

281 વિદેશી લોકો હતા જમાતમાં

જ્યારે પોલિસની ટીમ અહીં પહોંચી તો તેમણે જમાતમાં કુલ 281 વિદેશી નાગરિક મળ્યા. આ લોકોમાં 19 લોકો નેપાળના, 20 લોકો મલેશિયાના, 33 મ્યાનમારના, 28 કિર્ગિસ્તાનના, એક અફઘાનિસ્તાન, એક અલ્જીરિયા, એક દિજબોતી, ઈન્ડોનેશિયાના 72, થાઈલેન્ડના 7, શ્રીલંકાના 34, બાંગ્લાદેશના 19, ઈંગ્લેન્ડના 3, એક સિંગાપુર, એક ફીજી, એક ફ્રાંસ અને એક કુવૈતનો નાગરિક હતો.

આ પણ વાંચોઃ સેનાએ જારી કરી એડવાઈઝરી, જવાનોને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવાની મનાઈઆ પણ વાંચોઃ સેનાએ જારી કરી એડવાઈઝરી, જવાનોને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવાની મનાઈ

English summary
Modi government in action after around 300 attended Tabligh-e-Jamaat at Nizamuddin Markaz may get blacklisted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X