ખાનગી જાહેરાતોમાં પીએમના ફોટા વાપરવા મોંઘા પડશે, 400 ગણો દંડ
હવે પ્રધાનમંત્રી મોદીના ફોટાને ખાનગી જાહેરાતોમાં ઉપયોગ કરવો ભારે પડી શકે છે. કાયદામાં ફેરફાર કરીને સરકાર દંડની રકમ 400 ગણી વધારવા જઈ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા ખાનગી કંપનીઓની જાહેરાતોમાં ઉપયોગ કરવાથી રોકવા માટે કેન્દ્ર સરકારે પ્રતીક તેમજ નામ (અયોગ્ય ઉપયોગ નિવારણ) કાયદો 1950 માં ફેરફાર કરવા જઈ રહી છે. હવે પ્રધાનમંત્રી મોદીના ફોટાને ખાનગી જાહેરાતોમાં ઉપયોગ કરવો ભારે પડી શકે છે. કાયદામાં ફેરફાર કરીને સરકાર દંડની રકમ 400 ગણી વધારવા જઈ રહી છે. ત્યારબાદ પીએમના ફોટાનો ઉપયોગ કરવા પર 2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. આના માટે ગ્રાહક મંત્રાલય આ કાયદામાં ફેરફાર કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી ચૂકી છે.

આ ડ્રાફ્ટ પર સામાન્ય અભિપ્રાય લેવા સાથે કાયદા મંત્રાલય સાતે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ તેને કેબિનેટ પાસે મોકલવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેને સંસદમાં પાસ કરવા માટે મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે જે રીતે જિયો ઈન્ફોકોસ અને પેટીએમે પીએમના ફોટા પોતાની જાહેરાતોમાં ઉપયોગ કર્યા હતા તે બાદ સરકાર તરફથી નોટિસ જારી કરવામાં આવી હતી. સાત દાયકા જૂના આ કાયદામાં દંડની રકમ માત્ર 500 રૂપિયા છે.
સંશોદન બાદ એકથી વધુ વાર નિયમનો ઉલ્લંઘન કરવા પર 2 લાખ રૂપિયાના બદલે 5 લાખ રૂપિયા વસૂલવામાં આવશે. જ્યારે વારંવાર કાયદો તોડવા પર છ માસની સજા પણ થઈ શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર બનેલા આ કાયદાને જોયા બાદ આમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 2016 થી જે રીતે જિયોએ પોતાની ખાનગી સેવા માટે પીએમના ફોટા દેશભરના તમામ વર્તમાનપત્રોમાં છાપ્યા તે બાદ સરકાર નિશાના પર આવી ગઈ હતી. ત્યારબાદ સરકારે આ નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
