For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકતા સંશોધન બિલની આજે રાજ્યસભામા પરીક્ષા, ભાજપે વ્હિપ જાહેર કર્યો

નાગરિકતા સંશોધન બિલની આજે રાજ્યસભામા પરીક્ષા, ભાજપે વ્હિપ જાહેર કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલને લોકસભામાં પાસ કરી દેવામાં આ્યું છે. વિપક્ષના ભારે હંગામા વચ્ચે આ બિલ પાસ થઈ ગયું છે. જેની સાથે જ હવે આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સોમવારે આ બિલના પક્ષમાં કુલ 311 વોટ પડ્યા. બિલને રાજ્યસભામાં પાસ કરાવવા માટે ભાજપે 10 અને 11 ડિસેમ્બરે પાર્ટીના તમામ સાંસદો માટે વ્હિપ જાહેર કર્યો છે, જેમાં તમામ સાંસદોને સદનમાં ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આજે સદનમાં આ બિલ પર વોટિંગ થઈ શકે છે.

modi sarkar

આ બિલ પર લોકસભામાં રાત્રે 12 વાગ્યા સુધી દલીલો ચાલી અને અંતમાં આ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું. બિલના પક્ષમાં કુલ 311 વોટ પડ્યા જ્યારે વિપક્ષમાં કુલ 80 વોટ પડ્યા. મહત્વની વાત એ છે કે નીતિશ કુમારની જદયૂ અને રામ વિલાસ પાસવાનની પાર્ટીએ પણ આ બિલના સમર્થનમાં વોટિંગ કર્યું. શિવસેના, બીજેડી, વાઈએસઆર કોંગ્રેસ અને બિન ભાજપી દળોએ આ બિલના સમર્થનમાં વોટ આપ્યા છે.

અમિત શાહે લોકસભામાં નાગરિકતા બિલ રજૂ કર્યું, વિપક્ષને કહ્યું- વૉક આઉટ ના કરતા બધા સવાલોના જવાબ આપીશઅમિત શાહે લોકસભામાં નાગરિકતા બિલ રજૂ કર્યું, વિપક્ષને કહ્યું- વૉક આઉટ ના કરતા બધા સવાલોના જવાબ આપીશ

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં આ બિલ પાસ કરાવવા માટે 120 સાંસદોના સમર્થનની જરૂરત છે. ભાજપ આ બિલને પાસ કરાવવાને લઈ સંપૂર્ણ રીતે આશ્વસ્ત દેખાઈ રહ્યું છે. જો વાઈએસઆર કોંગ્રેસ, શિવસેના, બીજેડી પોતાનું સમર્થન આપે છે તો આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવામાં આવી શકે છે. આ બિલને પાસ કરાવવા માટે કુલ 239માંથી 120 સાંસદોની જરૂરત છે. બાજપની પાસે સદનમાં 83 સાંસદ છે, જદયૂ પાસે 6, એઆઈડીએમકે પાસે 11, અકાલી દળ પાસે 3 અને 12 નામિત સાંસદો છે જે ભાજપના સમર્થનમાં છે. આ ઉપરાંત બીજેડી અને વાઈએસઆર કોંગ્રેસના સાંસદો પણ આ બિલનું સમર્થન કરી શકે છે, જે હિસાબે રાજ્યસભામાં પણ આ નાગરિકતા સંશોધન બિલ આસાનીથી પાસ થઈ શકે છે.

લોકસભામાં પાસ થયુ નાગરિકતા સુધારા બિલ, પક્ષમાં પડ્યા 311 મતલોકસભામાં પાસ થયુ નાગરિકતા સુધારા બિલ, પક્ષમાં પડ્યા 311 મત

English summary
modi government to pass citizenship amendment bill in Rajya Sabha today, bjp declared whip
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X