For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર આજથી શરૂ કરશે દેશમાં ‘જળ શક્તિ અભિયાન', દરેક ઘરમાં હશે પાણી

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આજે દિલ્લીમાં જળ શક્તિ અભિયાન લૉન્ચ કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આજે દિલ્લીમાં જળ શક્તિ અભિયાન લૉન્ચ કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક છે. આ યોજના હેઠળ આવનારા 5 વર્ષોમાં દેશના દરેક ગામ અને શહેરના ઘરોમાં નળનું પાણી પહોંચાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના સમયે આ અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસ શાસિત બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રાહુલ ગાંધી આજે કરશે મુલાકાતઆ પણ વાંચોઃ કોંગ્રેસ શાસિત બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રાહુલ ગાંધી આજે કરશે મુલાકાત

બે તબક્કામાં લાગુ થશે જળ શક્તિ અભિયાન

બે તબક્કામાં લાગુ થશે જળ શક્તિ અભિયાન

આ અભિયાન સાથે જોડાયેલા અધિકારીઓ અનુસાર ‘સંચય જળ, સારુ ભવિષ્ય' થીમ સાથે શરૂ થનાર ‘જળ શક્તિ અભિયાન' બે તબક્કામાં લાગુ કરશે. આનો પહેલો તબક્કો 1 જુલાઈથી લઈને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન પાણીની ઉણપ સામ ઝઝુમી રહેલા 255 જિલ્લાના 1593 ગામમાં જળ સંરક્ષણ અને રેન વૉટર હાર્વેસ્ટિંગ માટે અભિયાન ચલાવવામાં આવશે.

જળાશયોના સંરક્ષણ પર હશે જોર

જળાશયોના સંરક્ષણ પર હશે જોર

આ યોજના હેઠળ મનરેગા જેવી યોજનાઓની રકમ કરીન પરંપરાગત તળાવો, જળાશયો, ભૂજળ રિચાર્જ, વૉટરશેડ ડેવલપમેન્ટ તેમજ વૃક્ષારોપણ પર જોર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જળના મહત્વનો સર્વોપરિ રાખીને દેશમાં નવુ જળ શક્તિ મંત્રાલય બનાવ્યુ છે. આના દ્વારા પાણી સાથે જોડાયેલા વિષયો પર નિર્ણયો લેવાશે.

કોણ કોણ હશે અભિયાનમાં શામેલ

કોણ કોણ હશે અભિયાનમાં શામેલ

મોદી સરકારના આ અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરના બિન-સરકારી સંગઠનો, શાળાના છાત્રો, એન્જિનિયરીંગના છાત્રો, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, રાષ્ટ્રીય સેવા યોજના, નેશનલ કેડેટ કોર જેવા સંગઠનોને પણ જોડવામાં આવશે. સૂત્રોએ કહ્યુ કે આ અભિયાનને લાગુ કરવાની દિશામાં પગલુ ઉઠાવીને પાણીની ઉણપનો સામને કરી રહેલા 255 જિલ્લા માટે પ્રભારી અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે.

English summary
modi government to start jal shakti abhiyan today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X