સરકારે જાહેર કર્યા બ્લેકમનીના ત્રણ ખાતેદારોના નામ, રાજકોટના વેપારીનું નામ છતું થયું

નવી દિલ્હી, 27 ઓક્ટોબર: સરકારે વિદેશી બેંકોમાં કાળુ નાણું જમા કરાવનારા ત્રણ ભારતીયોના નામ સુપ્રીમ કોર્ટને સોંપી દીધા છે. આ ત્રણ નામોમાં એક નામ રાજકોટના પંકજ ચમનલાલ લોઢીયાનું પણ છે. ડાબર ગ્રૂપના નિર્દેશક પ્રદીપ બર્મન અને ગોવાના ખનન વ્યવસાઇ રાધા ટિમ્બલૂના નામનો પણ સમાવેશ થાય છે.

સૂત્રો અનુસાર કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે જેની વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે અને જેમને આરોપી બનાવવામાં આવ્યા છે તેમના નામ સરકાર કોર્ટને આપશે. આ સૂચિમાં કોઇ પણ રાજનેતાનું નામ નથી.

સરકારના આ સોંગધનામામાં તે ત્રણ ભારતીયોના નામ છે જેમની વિરુદ્ધ વિદેશી બેંકોમાં ગોપનીય પ્રકારે રૂપિયા રાખનારાના મામલામાં તપાસ ચાલી રહી છે. આ મામલામાં મોદી સરકારે પોતાના પ્રથમ સોંગધનામાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જર્મનીને વાંધો હોવાના કારણે તે ભારતીયોના નામોનો ખુલાસો ત્યાં સુધી નથી કરી શકતી જ્યાં સુધી તેમની વિરુદ્ધ ફાયનાન્સિયલ લૉ હેઠળ અનિયમિતતાની તપાસ શરૂ ના થઇ જાય. આ પહેલા નામોનો ખુલાસો કરવાથી દ્વિપક્ષીય સમજૂતીની શર્તોનું ઉલ્લંઘન થશે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ રામ જેઠમલાણીની અરજી પર કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા હતા કે તેઓ ગેરકાયદેસર રીતે વિદેશી બેંકોમાં જમા કરેલા ભારતીય રૂપિયાઓને પાછા લાવવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ ગઠીત કરે. કોર્ટના આદેશ પર ત્યારની યૂપીએ સરકારે જેઠમલાનીને એ ભારતીય નામોનો ખુલાસો કર્યો હતો જેમના એકાઉંટ લિચટેંસ્ટાઇન બેંકમાં હતા અને જર્મન સરકારે બેવડા કર બચાવ સમજૂતી હેઠળ સૂચના આપી હતી.

modi
આની વચ્ચે ડાબર ગ્રુપ તરફથી આ મામલામાં પ્રતિક્રિયા આવી છે. ડાબર પરિવારનું કહેવું છે કે અમારો વ્યવસાય ઉચ્ચ માનદંડો પ્રત્યે સમર્પિત છે. અમે એ કહેવા માંગીએ છીએ કે ખાતું ત્યારે ખોલવામાં આવ્યું હતું જ્યારે તેઓ એનઆરઆઇ હતા. તે સમયે કાયદાકીય રીતે ખાતુ ખોલવાની પરવાનગી હતી. અમે કાયદા અનુસાર તમામ જાણકારી ઇનકમ ટેક્સ વિભાગને આપી દીધી હતી અને યોગ્ય ટેક્સ પણ ચૂકવ્યો હતો. માટે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે પણ વ્યક્તિનું વિદેશી બેંકમાં ખાતું છે તેને કાળા નાણા સાથે જોડવામાં આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X