For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2002માં ગુજરાત રમખાણો માટે નરેન્દ્ર મોદી સરકાર જવાબદાર: રાહુલ ગાંધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે 2002માં ગુજરાતમાં રમખાણો ભડકાવવા માટે નરેન્દ્ર મોદી સરકાર જવાબદાર છે જ્યારે કોંગ્રેસ સરકારે 1984ના સિખ વિરોધી રમખાણો અટકાવવા માટે પ્રયત્નો કર્યા હતા. જો કે રાહુલ ગાંધીએ 84ના રમખાણો માટે કોઇ અફસોસ વ્યક્ત કર્યો ન હતો. આગામી લોકસભાની ચૂંટણીમાં એક પ્રકારે નરેન્દ્ર મોદીને પ્રતિદ્રંદી માનવામાં આવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદીથી ડરતા નથી અને કોંગ્રેસ ભાજપને પરાસ્ત કરશે.

નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્ય એ છે કે 1984માં નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને નિર્દોષોનું મરી જવું ભયાનક વસ્તું છે જે ન થવું જોઇએ. ગુજરાત અને 1984માં અંતર એ છે કે (2002)ના રમખાણોમાં ગુજરાત સરકાર સામેલ હતી. એક અંગ્રેજી સમાચાર ચેનલ પર ઇન્ટરવ્યું દરમિયાન જ્યારે રાહુલ ગાંધીને પુછવામાં આવ્યું કે જ્યારે કોર્ટે નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી દિધી છે તો તે તેમને જવાબદાર કેમ ગણાવે છે, આ અંગે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાતના રમખાણો જ્યારે થયા ત્યારે તે મુખ્યમંત્રી હતા. ગુજરાત સરકાર રમખાણોને ઉશ્કેરતી અને વધારી રહી હતી.

દિલ્હીના સિખ વિરોધી રમખાણો અને ગુજરાતના રમખાણોમાં સરકારની ભૂમિકાના અંતરને રેખાંકિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સાધારણ અંતર એ છે કે 1984માં સરકાર જનસંહારમાં સામેલ હતી. ગુજરાતમાં તે સામેલ હતી. તેમને કહ્યું હતું કે 1984માં કોંગ્રેસ સરકાર રમખાણોને ઉશ્કેરી રહી ન હતી તથા તેમાં મદદ કરી રહી ન હતી પરંતુ સરકારે હિંસા રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે રાહુલ ગાંધી ફરીથી ભારપૂર્વક પુછવામાં આવ્યું કે તે ગુજરાત રમખાણો મુદ્દે નરેન્દ્ર મોદી પર કેવી રીતે નિશાન સાધી શકે છે તો તેમણે કહ્યું હતું કે આ હું નહી, મોટી સંખ્યામાં લોકોએ જોયું કે રમખાણોમાં ગુજરાત સરકાર સક્રિયતાથી સામેલ હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારો એ અર્થ નથી કે લોકોએ તેને જોયું. હું એ લોકોમાંથી નથી જેને તેને જોયું છે. તમારા સહયોગીઓએ જોયું. તમારા સહયોગીઓએ તમને જણાવ્યું. તેમને વહિવટીતંત્રને સક્રિય રીતે અલ્પસંખ્યકો પર હુમલો કરતાં જોયા. તેમને પૂછવામાં આવ્યું કે શું તે 1984ના રમખાણો માટે માફી માંગશે, અથવા તો તે અનુભવે છે કે તેની કોઇ જરૂરિયાત નથી, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સૌથી પહેલાં હું આ રમખાણોમાં સામેલ નથી. એવું ન હતું કે હું તેનો ભાગ હતો. આ સાથે જ તેમને સ્વિકાર્યું કે કેટલાક કોંગ્રેસી લોકો 1984ના સિખ રમખાણોમાં સંલિપ્ત હતા અને તેના માટે તેમને સજા આપવામાં આવી છે.

તેમને પૂછવામાં આવ્યું કે શું તે કોંગ્રેસ પાર્ટી તરફ માંફી માંગશે, તો તેમને કહ્યું કે મને લાગે છે કે આ રમખાણો, બધા રમખાણોની માફક ડરામણી ઘટના હતી. ખુલીને કહું તો હું કોંગ્રેસ પાર્ટીના ઓપરેશનોમાં સામેલ ન હતો. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તે વડાપ્રધાન મનમોહન સિંહના દ્રષ્ટિકોણ સથે સહમત છે નરેન્દ્ર મોદીએ અમદાવાદના રસ્તા પર નિર્દોષોના નરસંહારનું નેતૃત્વ કર્યું, તેમને કહ્યું કે વડાપ્રધાન જે કહી રહ્યાં છે તે તથ્ય છે. ગુજરાતમાં આ થયું અને લોકોને મોતને ભેટ્યા.

rahul-gandhi

તેમને પૂછવામાં આવ્યું કે શું તે કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર ન બનીને નરેન્દ્ર મોદી સાથે સીધી ટક્કરથી બચી રહ્યાં છે, તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ પ્રશ્નને સમજવા માટે તમારે થોડું સમજવું પડશે, રાહુલ ગાંધી કોણ છે અને પછી આ પ્રશ્નનો જવાબ મળશે કે રાહુલ ગાંધી કોનાથી ડરે છે અને કોનાથી નહી. ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર પર તેમનો દ્રષ્ટિકોણ પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે મને લાગે છે કે અમે આગામી ચૂંટણીમાં ભાજપને હરાવીશું... હું ચૂંટણી જીતીશ. હું તાર્કિક રીતે આશ્વસ્ત છું. તેમને કહ્યું હતું કે કોંગ્રેસ જંગ માટે તૈયાર છે અને જીતવાની છે.

તેમને પૂછવામાં આવ્યું હતું કે જો કોંગ્રેસ ચૂંટણી જીતતી નથી તો શું તે તેની જવાબદારી લેશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો અમે ન જીત્યા, હું પાર્ટીનો ઉપાધ્યક્ષ છું, હું જવાબદારી લઇશ. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા પર તેમને કહ્યું કે ભાજપ સત્તાને એક વ્યક્તિ પાસે કેન્દ્રિત કરવામાં વિશ્વાસ ધરાવે છે. હું તેની સાથે મૌલિક રીતે અસહમત છું. હું લોકતંત્રમાં વિશ્વાસ ધરાવું છું. હું વ્યવસ્થાને ખોલવામાં વિશ્વાસ ધરાવું છું... અમારો સિદ્ધાંત મૌલિક રીતે ભિન્ન છે. આ અંગે પ્રશ્ન પૂછનાર એન્કરને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આ પ્રશ્નનો જવાબ ટાળી દિધો હતો કે તે વડાપ્રધાન પદ માટે તૈયાર છે કે નહી અને શું તે મુશ્કેલ પડકારોથી બચી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ જવાબમાં એઆઇસીસી બેઠકમાં પોતાના ભાષણનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે ચૂંટણી પહેલાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા પોતાના સાંસદોને પૂછ્યા વગર પોતાના વડાપ્રધાન જાહેર કરવા સંવિધાનમાં લખ્યું નથી. આ અંગે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે 2009માં આમ કર્યું. રાહુલ ગાંધીએ કહ્યું નહી અમે આમ કર્યું નથી. રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે 2009માં અમારી પાસે તત્કાલીન વડાપ્રધાન હતા. વડાપ્રધાને ચૂંટણી જીતી. સાંસદોએ નિર્ણય કર્યો કે વડાપ્રધાન યથાવત રહેશે.

English summary
The Narendra Modi government was responsible for "abetting and pushing" the 2002 Gujarat riots while the Congress government tried to stop the 1984 riots, Rahul Gandhi said today but offered no apology for the anti-Sikh violence of the past.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X