For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મોદી છે તો સંભવ છે' ટોંકની સભામાં મોદીએ આપ્યો 2019નો ચૂંટણી નવો નારો

પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના સાડા ચાર વર્ષની સિદ્ધિઓ ગણાવીને 2019નો નવો ચૂંટણી નારો આપી દીધો, ‘મોદી છે તો શક્ય છે'.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ટોંકમાં આયોજિત રેલીમાં જ્યાં પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને ચેતવ્યા અને જણાવ્યુ કે જણાવ્યુ કે લોકોને ભરોસો છે કે આતંકવાદ સામે મોદી જ લડી શકશે. તેમણે ઈશારા ઈશારામાં પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યુ અને ખેડૂતો માટે કોંગ્રેસની દેવામાફીની તુલનામાં પોતાની ખેડૂત પોતાની ખેડૂત સમ્માન નિધિ યોજનાને બહેતર ગણાવી. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના સાડા ચાર વર્ષની સિદ્ધિઓ ગણાવીને 2019નો નવો ચૂંટણી નારો આપી દીધો, 'મોદી છે તો શક્ય છે'. લાગે છે સરકાર, પાર્ટી અને સંગઠન હવે આ નારા દ્વારા લોકો વચ્ચે ભરોસો વધારવાનું કામ કરશે.

‘અશક્ય હવે શક્ય છે' બાદ હવે ‘મોદી છે તો શક્ય છે'

‘અશક્ય હવે શક્ય છે' બાદ હવે ‘મોદી છે તો શક્ય છે'

2019ની લોકસભા ચૂંટણીમાં ફરીથી સત્તામાં કમબેક માટે ભાજપના હાઈકમાન્ડ સતત રણનીતિની તૈયારીમાં લાગેલા છે. પાર્ટી તરફથી આગામી ચૂંટણી માટે નવી ટેગલાઈન કે નવો નારો સામે આવ્યો છે. ‘અશક્ય હવે શક્ય છે' આ ટેગલાઈનથી ભાજપે આ વખતની ચૂંટણીમાં પ્રચારનો નિર્ણય કર્યો. જો કે હાલમાં આ નારો સામે આવ્યો જ હતો કે રાજસ્થાનમાં ટોંકમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ આને એકદમ અલગ અંદાજમાં રજૂ કર્યો. તેમણે રેલી દરમિયાન એક વાર નહિ પરંતુ ઘણી વાર ‘મોદી છે તો શક્ય છે' નો ઉલ્લેખ કર્યો.

ટોંક રેલીમાં પીએમ મોદીએ નવા નારાનો ઘણી વાર કર્યો ઉલ્લેખ

ટોંક રેલીમાં પીએમ મોદીએ નવા નારાનો ઘણી વાર કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ રેલીમાં કહ્યુ, ‘સાડા ચાર વર્ષ પહેલા અનેક કામો પર માત્ર ચર્ચા થતી હતી, હવે આ કામોને જમીન પર ઉતારવાથી વિશ્વાસ જાગ્યો છે કે ‘મોદી છે તો શક્ય છે'. અમારી સરકારે વર્ષોથી લટકેલી ‘વન રેંક વન પેન્શન યોજના'ને લાગુ કરી અને 20 લાખ પૂર્વ ફોજીઓને લગભગ 11 હજાર કરોડ રૂપિયા એરિયર્સ રૂપે પણ આપ્યા. આ કામ પણ એટલા માટે થયુ કારણકે ‘મોદી છે તો શક્ય છે'. ઉજ્વલા યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે આ કામ પણ થયુ કારણકે ‘મોદી છે તો શક્ય છે'. ગરીબોને ઘર આપવા માટેની યોજનાએ પણ ઘણા દશકો સુધી ચાલતી રહી પરંતુ આના પર કોઈ ઠોસ કામ ન થયુ પરંતુ અમારી સરકાર 2022 સુધી દેશના દરેક બેઘરને પાક્કુ ઘર આપવા પર આગળ વધી રહી છે. અમે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે અને તેને મેળવીને જ રહીશુ કારણકે ‘મોદી છે તો શક્ય છે'. બેંક ખાતા ખોલવાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે આવુ થયુ કારણકે ‘મોદી છે તો શક્ય છે'.

‘મોદી છે તો શક્ય છે' ના નારાને આગળ લઈને આગળ વધશે ભાજપ

‘મોદી છે તો શક્ય છે' ના નારાને આગળ લઈને આગળ વધશે ભાજપ

ટોંકની રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ જે રીતે પોતાના સંબોધનમાં ‘મોદી છે તો શક્ય છે' નો ઉલ્લેખ કર્યો તેનાથી માનવામાં આવી રહ્યુ છે કે આ વખતે ચૂંટણીમાં પાર્ટી આને જ આધાર બનાવીને આગળ વધનાની કોશિશ કરશે. પાર્ટીને આશા છે કે આ નારાન અસર સામાન્ય જનતામાં થશે અને લોકો પાર્ટી તરફ વધુ પ્રભાવિત થશે. આવા નારાઓની એટલા માટે ચૂંટણીમાં ખાસ અસર થાય છે કારણકે સામાન્ય જનતા આનાથી પોતાને પાર્ટી સાથે જોડે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ચૂંટણી નારો આપ્યો હતો, ‘અબકી બાર મોદી સરકાર'. આ નારાની અસર ચૂંટણીમાં ખૂબ જોવા મળી અને પાર્ટી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી. હવે એક વાર ફરીથી પ્રધાનમંત્રીએ પોતે ‘મોદી છે તો શક્ય છે' થી નવો ચૂંટણી નારો આપ્યો છે. પાર્ટીની ટેગ લાઈન ‘મોદી છે તો શક્ય છે' સાથે પાર્ટી હવે આ નારાને લઈને પણ જરૂર આગળ વધશે.

આ પણ વાંચોઃ આપણી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ સામે નથીઃ પીએમ મોદીઆ પણ વાંચોઃ આપણી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ સામે નથીઃ પીએમ મોદી

English summary
"Modi hai to mumkin hai", Narendra Modi gave a new slogan for the 2019 elections in Tonk Rally Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X