For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને બનાવાયા પ્રચાર સમિતિના અધ્યક્ષ, કોણે શું કહ્યું...

|
Google Oneindia Gujarati News

narendra modi
પણજી, 9 જૂન: ગોવામાં બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો આજે છેલ્લો દિવસ હતો. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને પાર્ટીમાં મતભેદ સામે આવ્યો. પાર્ટીમાં મોદીને લઇને મતભેદ ખુલીને સામે આવ્યો. બીજેપીમાં આડવાણી દળની નારાજગીની વચ્ચે આજે નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકેની જાહેરાત કરી દેવામાં આવી. મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા બાદ ચોતરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેની પર એક નજર...

રાશિદ અલ્વી, કોંગ્રેસ
મોદીએ કેમ્પેઇન કર્ણાટકમાં પણ કર્યું હતું પરંતુ તેનું શું પરિણામ આવ્યું તે બધાને ખબર છે. બીજેપી કોને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવે છે તે તેની પાર્ટીની અંગત બાબત છે.

દિગ્વિજય સિંહ, કોંગ્રેસ
મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા 'મોદીને ખૂબ ખૂબ અબિનંદન પાઠવ્યા છે.' ઉપરાંત રાહુલ ગાંધી અને મોદીની સરખામણી કરતા તેમણે જણાવ્યું કે 'એવું નથી તેમની સરખામણી ના થઇ શકે. રાહુલ ગાંધી રાહુલ ગાંધી છે અને નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી છે.'

શિવરાજસિંહ ચૌહાણ, ભાજપ
માનનીય નરેન્દ્ર મોદીજી કુશળ સંચાલક છે, ચૂંટણી મેનેજમેન્ટમાં તેમના જેટલું કોઇ જાણકાર નથી. તેમણે ગુજરાતમાં હેટ્રિક લગાવીને પોતાની કાર્યશીલતા બતાવી દીધી હતી. તેવી જ રીતે તેમને ચૂંટણી પ્રચાર સમિતિનું અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું છે અને તેઓ આમાં પણ સફળ નેતૃત્વ કરશે.

સંજય રાઉત. પ્રવક્તા શિવશેના
નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન અને ભારતીય જનતા પાર્ટીને પણ શુભેચ્છા. પ્રધાનમંત્રીનો ઉમેદવાર બીજેપી કોને જાહેર કરે તે બીજેપીનો અંગત વિષય છે તેમાં શિવસેનાને પડવાની જરૂર નથી. પરંતુ જ્યારે એનડીએના નેતાની પસંદગી કરવાની વાત હશે ત્યારે બધા જ પક્ષોની એક ખાસ બેઠક મળશે અને બાદમાં તેનો નિર્ણય લેવામાં આવશે.

દિવેશ ચંદ્ર ઠાકુર, જેડીયૂ
ભાજપાની બેઠકમાં મોદીને કોઇપણ પદ મળે અમારે કોઇ લેવાદેવા નથી. તેમણે જણાવ્યું કે એ ભાજપાની આંતરીક બાબત છે માટે અમે આના પર કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવા માંગતા નથી.

રાજીવ શુક્લ, કોંગ્રેસ
આ બે દિવસમાં ભાજપની અંદરનો કલેહ ખુલીને સામે આવી ગયો છે. ભાજપમાં દેખીતી રીતે મોદી અને આડવાણી નામના બે વર્ગ પડી ગયા છે. અમે લોકો પહેલા પણ નિશ્ચિંત હતા અને હવે તો એકદમ ચિંતામૂક્ત છીએ. અમને કોઇ ફર્ક નથી પડતો કે બીજેપી મોદીને આગળ કરે કે સોદીને, અમે 2014માં પણ અમારી સરકાર બનાવીશું.

English summary
Narendra Modi is chairman of campaign committee, who said what?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X