• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી રવિવારે હૈદરાબાદમાં, પણ પડકાર ફેંકનાર ઓવૈસી ગાયબ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 ઓગસ્ટ : ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતિના વડા નરેન્દ્ર મોદી રવિવારે હૈદરાબાદના લાલબહાદુર સ્ટેડિયમ ખાતે પાર્ટીની વિરાટ રેલીને સંબોધિત કરવાના છે. આવા સમયે નરેન્દ્ર મોદીને હૈદરાબાદમાં પગ મૂકવાની હિંમત્ત બતાવવાનો પડકાર ફેંકનાર MIMના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી સ્વયં ગાયબ થઇ ગયા છે.

ઓવૈસી થયો ગાયબ

ઓવૈસી થયો ગાયબ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી ફરી એક વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે MIMના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ મોદીને આલતુ ફાલતુ ગણાવીને હૈદરાબાદમાં પગ મૂકવાની હિંમત્ત બતાવવાનો પડકાર ફેંક્યો હતો. નરેન્દ્ર મોદી આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ બની ગયા છે અને રવિવારે 11 ઓગસ્ટ, 2013ના રોજ હૈદરાબાદમાં વિશાળ રેલીને સંબોધન કરવાના છે. નરેન્દ્ર મોદીએ તો તેમનામાં કેટલી હિંમત છે તે સાબિત કરી દીધું પણ પડકાર ફેંકનાર ઓવૈસી અને તેની હિંમત ક્યાં ગઇ તે પ્રશ્ન છે...

મોદીને ગણાવ્યા હતા બિનસાંપ્રદાયિક

મોદીને ગણાવ્યા હતા બિનસાંપ્રદાયિક

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ઓવૈસીએ વિવિધ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમને બિનસાંપ્રદાયિક ગણાવ્યા હતા. એટલું જ નહીં ઓવૈસીએ નરેન્દ્ર મોદીની તુલના પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ સાથી કરી હતી. તેણે નરેન્દ્ર મોદીને ધમકી આપી હતી અને પડકાર ફેંક્યો હતો કે તાકાત હોય તો નરેન્દ્ર મોદી હૈદરાબાદમાં પગ મૂકી બતાવે પછી અમે જોઇ લઇશું.

આ શબ્દો હતા ઓવૈસીના...

આ શબ્દો હતા ઓવૈસીના...

અકબરુદ્દીન ઓવૈસીએ એક સભા દરમિયાન જણાવ્યું હતું કે "આવા મોદી ઘણા આવ્યા અને ઘણા ગયેલા જોયા છે. ગુજરાતમાં મોદીએ ચૂંટણી જીતી લીધી છે, હવે મુખ્યમંત્રી પણ બની જશે. મુસ્લિમોને ગભરાવે છે, મોદી છે, કેવો મોદી, ક્યાંના મોદી, એક વાર હૈદારાબાદ આવ, બતાવી દઇશું. તસ્લીમા નસરીન આવી, ક્યાં છે કોઇને ખબર નથી."

હૈદરાબાદમાં મોદી સભા ગજવશે

હૈદરાબાદમાં મોદી સભા ગજવશે

હવે નરેન્દ્ર મોદી રવિવારે હૈદરાબાદમાં મોટી સભા યોજી રહ્યા છે ત્યારે મોદીને પડકારનાર ખુદ ઓવૈસીનો જ અતોપતો નથી. નોંધનીય છે કે હૈદરાબાદની સભાને સંબોધન કરવાની સાથે જ નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચૂંટણી માટે હૈદરાબાદમાં ભાજપના પ્રચારનો આરંભ કરશે. આ માટે રવિવારે ભાજપની યુવા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કસોટી કોની?

કસોટી કોની?

મોદી એવા સમયે હૈદરાબાદમાં રેલી સંબોધિત કરવા આવી રહ્યા છે જ્યારે આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને તેલંગાણાને અલગ રાજ્ય બનાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લઈ લીધો છે. હૈદરાબાદ શહેરને દસ વર્ષ સુધી બંને રાજ્ય - સીમાંધ્ર અને તેલંગાણાની સંયુક્ત રાજધાની રાખવામાં આવશે.

નોંધ : આગળની સ્લાઇડમાં વિડિયો પર ક્લિક કરીને જુઓ કે નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા અકબરુદ્દીન ઓવૈસી શું બોલ્યો હતો...

જુઓ : ઓવૈસી શું બોલ્યો હતો?

વિડિયો પર ક્લિક કરીને જુઓ કે નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા અકબરુદ્દીન ઓવૈસી શું બોલ્યો હતો...

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ઓવૈસીએ વિવિધ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમને બિનસાંપ્રદાયિક ગણાવ્યા હતા. એટલું જ નહીં ઓવૈસીએ નરેન્દ્ર મોદીની તુલના પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ સાથી કરી હતી. તેણે નરેન્દ્ર મોદીને ધમકી આપી હતી અને પડકાર ફેંક્યો હતો કે તાકાત હોય તો નરેન્દ્ર મોદી હૈદરાબાદમાં પગ મૂકી બતાવે પછી અમે જોઇ લઇશું.

અકબરુદ્દીન ઓવૈસીએ એક સભા દરમિયાન જણાવ્યું હતું કે "આવા મોદી ઘણા આવ્યા અને ઘણા ગયેલા જોયા છે. ગુજરાતમાં મોદીએ ચૂંટણી જીતી લીધી છે, હવે મુખ્યમંત્રી પણ બની જશે. મુસ્લિમોને ગભરાવે છે, મોદી છે, કેવો મોદી, ક્યાંના મોદી, એક વાર હૈદારાબાદ આવ, બતાવી દઇશું. તસ્લીમા નસરીન આવી, ક્યાં છે કોઇને ખબર નથી."

હવે નરેન્દ્ર મોદી રવિવારે હૈદરાબાદમાં મોટી સભા યોજી રહ્યા છે ત્યારે મોદીને પડકારનાર ખુદ ઓવૈસીનો જ અતોપતો નથી. નોંધનીય છે કે હૈદરાબાદની સભાને સંબોધન કરવાની સાથે જ નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચૂંટણી માટે હૈદરાબાદમાં ભાજપના પ્રચારનો આરંભ કરશે. આ માટે રવિવારે ભાજપની યુવા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોદી એવા સમયે હૈદરાબાદમાં રેલી સંબોધિત કરવા આવી રહ્યા છે જ્યારે આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને તેલંગાણાને અલગ રાજ્ય બનાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લઈ લીધો છે. હૈદરાબાદ શહેરને દસ વર્ષ સુધી બંને રાજ્ય - સીમાંધ્ર અને તેલંગાણાની સંયુક્ત રાજધાની રાખવામાં આવશે.

English summary
Modi is showing dare to come Hyderabad; Owaisi where are you?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X