For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014 ની સરખામણીમાં મોદી જેકેટના વેચાણમાં ભારે ઘટાડો થયો

વર્ષ 2014 ની લોકસભાની ચૂંટણી વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીજીની લોકોમાં જબરજસ્ત લોકપ્રિયતા હતી.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2014 ની લોકસભાની ચૂંટણી વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીજીની લોકોમાં જબરજસ્ત લોકપ્રિયતા હતી. તેમના ચૂંટણીના ભાષણમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હતા. નરેન્દ્ર મોદીજીનો દરેક અંદાજ લોકોમાં લોકપ્રિય હતો. નરેન્દ્ર મોદીએ તે સમયે ચા પર ચર્ચાની શરૂવાત કરી હતી જેણે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. માત્ર નરેન્દ્ર મોદીજીના ભાષણની શૈલી જ નહીં, પરંતુ લોકોમાં તેમના કપડાં પણ ખૂબ જ લોકપ્રિય હતા. મોદી જેકેટ તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદીજીનું જેકેટ લોકોમાં ખુબ લોકપ્રિય બન્યું હતું. મોટી સંખ્યામાં લોકો મોદી જેકેટ ખરીદતા હતા. પરંતુ 2014 ની સરખામણીમાં, મોદી જેકેટની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: એરસ્ટ્રાઈક બાદ વધી મોદી સરકારની લોકપ્રિયતા, રોજગાર જેવા મુદ્દા પાછળ: સર્વે

ઔરંગાબાદમાં વેચાણમાં ઘટાડો

ઔરંગાબાદમાં વેચાણમાં ઘટાડો

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં મંગળવારે મોદી જેકેટની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. અહીં મોદી જેકેટની જથ્થાબંધ માંગમાં ઘટાડો થયો છે. વડા પ્રધાન મોદી પોતે ઘણીવાર આ જેકેટ પહેરે છે. સ્થાનિક વેપારીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દરરોજ 35 જેકેટ વેંચતા હતા, પરંતુ હવે એક અઠવાડિયામાં માત્ર એક જેકેટ વેચાય છે.

ઘણા વેપારીઓએ દુઃખ વ્યક્ત કર્યું

ઘણા વેપારીઓએ દુઃખ વ્યક્ત કર્યું

એક બીજા વેપારી ગુરવિંદર સિંઘે જણાવ્યું હતું કે જીએસટી નોટબંધીના કારણે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોને થયેલી મુશ્કેલીઓના લીધે જેકેટના વેચાણમાં ઘટાડો થયો છે. માત્ર મોદી જેકેટ જ નહીં પરંતુ અન્ય કપડાના વેચાણમાં પણ ઘટાડો થયો છે. વેપારીઓએ ગુલમંડી, તિલક પથ, ઔરંગપુરા, ઓસ્માપુરા, સિડકો વિસ્તારમાં પણ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરી છે.

લોકો ગરમીમાં પહેરવાના કપડાં સિવડાવી રહ્યા છે

લોકો ગરમીમાં પહેરવાના કપડાં સિવડાવી રહ્યા છે

ટેક્સટાઈલ વેપારી રાજેન્દ્ર બવસર જે ફક્ત મોદી જેકેટમાં જ નહીં પરંતુ અન્ય પરંપરાગત કપડાંને જથ્થા બંધ વેચે છે, તેમનું કહેવું છે કે છેલ્લા એક વર્ષમાં તેમની દુકાનમાંથી માત્ર 10 જેટલા મોદી જેકેટ વેચાયા છે. તે કહે છે કે મારી સૌથી મોટી સમસ્યા એ છે કે મેં આમાં ઘણું રોકાણ કર્યું છે અને હવે તેમાં કોઈ નફો થઇ રહ્યો નથી. સ્થાનિક ટેલર દિલીપ લોખંડે કહે છે કે હવે ઉનાળો આવવાનો છે લોકો ખાદી, લિનન, સુતરાઉ કાપડ વધુ ખરીદી રહ્યા છે. કોઈ પણ મોદી જેકેટ સીવડાવા અમારી પાસે આવતા નથી.

મોદી જેકેટ 200-300 રૂપિયામાં સીવાય છે

મોદી જેકેટ 200-300 રૂપિયામાં સીવાય છે

લોખંડે કહે છે કે જે કારીગરો મોદી જેકેટ બનાવતા હતા તેઓ હવે અન્ય કપડાં બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેઓ તેને બનાવવાનું શીખી રહ્યાં છે. તેઓએ કહ્યું કે અમે આ જેકેટને સીવવા માટે 200-300 રૂપિયા સિલાઈ લેતા હતા. પરંતુ હવે અમારા કારીગરો અન્ય પરંપરાગત કપડાં બનાવીને વધુ પૈસા કમાઈ રહ્યા છે, આનાથી અમે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ.

English summary
Modi Jacket sale falls down compared to earlier sale in Aurnagabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X