PM મોદીની વિશ્વાસનીયતા પર સવાલ ઊભો થયો છે: રાહુલ ગાંધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધીએ મીડિયાને સંબોધિત કરીને ગુજરાત વિધાનસભાના પરિણામ અને પીએમ નરેન્દ્ર મોદી તથા ગુજરાતમાં ગુજરાતીઓથી મળેલા પ્રેમ અંગે શું કહ્યું જાણો અહીં.
દિલ્હી, મંગળવારે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી મીડિયા સાથે પહેલી વાર વાતચીત કરી હતી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસના નવા અધ્યક્ષ તેવા રાહુલ ગાંધી ટ્વિટ કરીને પોતાની હાર સ્વીકારી હતી. અને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. ત્યારે આજે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે "3-4 મહિના પહેલા હું જ્યારે ગુજરાત ગયો ત્યારે મને કહેવાતું હતું કે કોંગ્રેસ ભાજપને નહીં હરાવી શકે, 3-4 મહિના પછી અમારી મહેનતથી અમે પરિણામો લાવી ભાજપને હચમચાવી મૂકી" તેમણે સાથે જ કહ્યું કે આ વાત "મોદીજીના વિશ્વાસનીયતા પર સવાલ ઊભા કરે છે. મોદીની હવે વિશ્વાસનીયતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે." વધુમાં ગુજરાતના મોદી મોડલ પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે "ગુજરાતના લોકોએ મોદીજીના મોડેલને અપ્રૂવ નથી કર્યું, તેનું માર્કેટિંગ, પ્રોપોગેન્ડા બહુ સારું છે પણ તે અંદરથી ખોખલું છે. તે અમારા અભિયાન વખતેના સવાલોના જવાબ ના આપી શક્યા"

વધુમાં હાર પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા માટે પૂરતું છે કે અમારું સારુ પરિણામ આવ્યું. ભલે હાર ગયા, જીતી પણ ગયા હોત પણ થોડી કમી રહી ગઇ. વધુમાં ગુજરાતની જનતા પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતના લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. અને સૌથી મોટી વાત એ શીખવી છે કે ભલે તમે લડાઇમાં કોઇનાથી કેટલાય ગુસ્સે કેમ ના હોય તેમ તેને પ્રેમથી બરાબરથી ટક્કર આપી શકો છો. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 22 વર્ષોમાં પહેલી વાર સૌથી વધુ સીટ 77 સીટો મેળવી શક્યું છે. અને એક સબળ વિપક્ષના રૂપમાં સામે આવ્યું છે. વધુમાં રાહુલ ગાંધીએ પણ ગુજરાતના લોકોના મનમાં ખાસ જગ્યા બનાવવામાં સફળતા મળી છે.












Click it and Unblock the Notifications
