For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાને પછાડી આગળ નીકળી ગયા નરેન્દ્ર મોદી!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર: ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પછાડીને ગૂગલ સર્ચના મામલામાં નંબર બની ગયા છે. હવે નરેન્દ્ર મોદી ગૂગલ પર દુનિયામાં સૌથી વધારે સર્ચ થનારા વ્યક્તિ બની ગયા છે.

મળતી જાણકારી અનુસાર નરેન્દ્ર મોદીને ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ એક જ દિવસમાં તેમને ગૂગલ પર સૌથી વધારે વખત સર્ચ કરવામાં આવ્યાના આંકડા નોંધવામાં આવ્યા છે.

modi
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ટ્વિટર પર 30 ઓગસ્ટ સુધી 2,206,260 ફોલોઅર્સ હતા. તેમના ટ્વિટર પર ટ્વિટની વાત કરીએ તો તેઓ અનેક ભાષાઓમાં ટ્વિટ કરે છે. તેમના ટ્વિટ હિંદી ઉપરાંત ઉર્દૂ, કન્નડ, મરાઠી, મલયાલમ, ઉડીયા, તમિળ, બંગાળી અને અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ હોય છે.

કહેવાય છે કે ભારતીય રાજકારણમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક માત્ર એવા નેતા છે જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં માહેર છે, અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચી શક્યા છે.

English summary
Narendra Modi is on number one position who search in google most.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X