મોદી કેબિનેટનો થશે વિસ્તાર, 25 મંત્રીઓ લેશે શપથ
નવી દિલ્હી, 30 મેઃ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળી લીધો છે. મોદી સાથે 45 મંત્રીઓએ શપથ પણ લઇ લીધી. સૂત્રો અનુસાર એવા સમાચાર છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટનો વિસ્તાર થવાનો છે. જૂનના અંતમાં અથવા તો જુલાઇને પહેલા અઠવાડિયામાં બજેટ રજૂ થવાની સાથે જ અંદાજે 25 મંત્રીઓ શપથ લઇ શકે છે.

તમને જણાવી દઇએ કે 26 મેના રોજ મોદી સાથે 45 મંત્રીઓએ શપથ લીધી હતી. કેબિનેટમાં બીજા વિસ્તારની જરૂરિયાત એટલા માટે પડી રહી છે, કારણ કે અનેક મંત્રીઓ પાસે એક કરતા વધારે વિભાગો છે, તો કેટલાક મોટા મંત્રાલય પાસે રાજ્ય મંત્રી નથી.












Click it and Unblock the Notifications
