For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ સાથેની મુલાકાત બાદ નરેન્દ્ર મોદીની જેટલી સાથે બેઠક

|
Google Oneindia Gujarati News

narendra-modi-arun-jaitly
નવી દિલ્હી, 27 જાન્યુઆરી : આજે સવારથી જ ઠંડીમાં ઠઠુરતા ગુજરાત અને નવી દિલ્હીમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહની શુભેચ્છા મુલાકાત લઇને તેમની સાથે લોકસભા ચૂંટણી 2014 અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠક બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાત ભવન ખાતે ભાજપના અગ્રણી નેતા અરૂણ જેટલી સાથે બેઠક યોજી છે. તેઓ અરૂણ જેટલી સાથે સમગ્ર તંત્ર કેવી રીતે ગોઠવવું તે અંગે ચર્ચા કરી શકે છે. આ બેઠકો સંકેત આપે છે કે આવનારા સમયે રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી અને ગુજરાત ભાજપના અગ્રણી આગેવાનોનું વર્ચસ્વ વધશે.

આ બેઠકના આધારે આગામી લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદીને મીડિયા અને પ્રચાર કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવે એવી શક્યતાઓની સાથે તેમને મુખ્યમંત્રી પદ પર ચાલુ રહીને રાષ્ટ્રીય કારોબારીમાં પણ સ્થાન આપવામાં આવે એવી શક્યતાઓ આકાર પામી રહી હોવાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે.

વર્તમાન સમયમાં પુરસોત્તમ રૂપાલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. આગામી સમયમાં નરેન્દ્ર મોદીની સાથે તેમના જમણા હાથ ગણાતા પૂર્વ ગૃહમંત્રી અમીત શાહને પણ રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળે તેની ગોઠવણ કરવા માટે નરેન્દ્ર મોદી દિલ્હી મુલાકાતે ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

લોઢું ગરમ હોય ત્યારે હથોડો મારવામાં માહેર ગણાતા નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં અને ભાજપને રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રમાં સત્તા અપાવવામાં ગુજરાત એકમ બનતો સહયોગ આપવા માંગે છે એવા શબ્દો બોલીને આજે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતના આગેવાનોને મોટું સ્થાન આપવાનો આડકતરો સંકેત આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે બન્ને નેતાઓ વચ્ચે અંદાજે અઢી કલાકની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મે ભાજપના નવનિર્વાચિત અઘ્યક્ષ રાજનાથ સિંહ સાથે મળીને તેમને અધ્યક્ષ બનવાની શુભેચ્છા પાઠવી. મુલાકાત બે કલાક સુધી ચાલી અને આ દરમિયાન ગુજરાત સરકારના કામકાજને લઇને તેમણે રાજનાથ સિંહ ગુજરાતને વધુ સારું બનાવવા માટે સૂચનો માંગ્યા હતા.

લોકસભા ચૂંટણી 2014એ ચૂંટણીને લઇને પત્રકારોના પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે, હા, લોકસભા ચૂંટણી 2014ની તૈયારીને લઇને વિસ્તારથી ચર્ચા થઇ અને અમે ભાજપ અધ્યક્ષને આશ્વાસન આપ્યું કે ગુજરાત ભાજપ નેતા અને કાર્યકર્તા જો દેશનું કામ આવે તો અમે પૂરે-પૂરો સહયોગ કરીશું. મોદી બપોરે 12 વાગ્યે રાજનાથ સિંહના નિવાસ્થાને પહોંચ્યા હતા.

રાજનાથ સિંહ અધ્યક્ષ બન્યા ત્યાર પછીની આ પહેલી મુલાકાત છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, સંસદીય બોર્ડમાં મુખ્યમંત્રીઓને સ્થાન નહીં આપવામાં આવતા રાજનાથ સિંહ અને મોદીના સંબંધો બગડ્યા હતા, પરંતુ રાજનાથ સિંહને અધ્યક્ષ બનાવાયા બાદ મોદીએ જે રીતે ટ્વિટ કર્યું અને બાદમાં આ મુલાકાતને લોક ચર્ચાને ખોટી પાડી છે.

આ પહેલા આજે સવારે નવી દિલ્હી રવાના થતા પહેલા નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા જાણકારી આપી કે તે દિલ્હી જઇ રહ્યાં છે અને નક્કી કાર્યક્રમ અનુસાર ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહ સાથે મુલાકાત થવાની છે. આ મુલાકાત રાજનાથ સિંહને શુભેચચ્છા આપવા માટે છે.

English summary
Narendra Modi meets Arun Jaitley after meeting with Rajnath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X