શિવરાજ સિંહના ચૂંટણી પ્રચાર પોસ્ટર્સમાં નરેન્દ્ર મોદીની બાદબાકી
નવી દિલ્હી, 22 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વધારે તેજ બની ગઇ છે. ચૌહાણની જન આશીર્વાદ યાત્રામાં આ બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે. આ યાત્રા માટે તૈયાર કરાવવામાં આવેલા પોસ્ટર્સમાંથી ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની બાદબાકી કરવામાં આવી છે.
મહત્વની બાબત એ છે કે આ પોસ્ટર્સમાં શિવરાજ સિંહે પાર્ટીના અગ્રણી નેતા લાલ કૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ અને અટલ બિહારી વાજપેયીને સ્થાન આપ્યું છે પણ નરેન્દ્ર મોદીનો ફોટો કે તેમના નામનો ઉલ્લેખ સુદ્ધાં કર્યા નથી.

રાજ્યમાં સતત ત્રીજી વાર સત્તામાં પાછા ફરવા માંગતા શિવરાજ સિંહ ચૌહાણ આ યાત્રા મારફતે 224 વિધાનસભા મતદાર ક્ષેત્રોની મુલાકાત લેશે. આ માટે તેમણે અંદાજે 8000 કિલોમીટરની યાત્રા કરવી પડશે. મધ્યપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે.
આ બાબત અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા દીપક વિજય વર્ગીયએ વિજ્ઞાપનોમાં નરેન્દ્ર મોદીને સ્થાન ન આપવા પાછળનો તર્ક સમજાવતા જણાવ્યું કે જન આશીર્વાદ યાત્રા પ્રદેશ પુરતી સીમીત છે. આ કારણે તેમાં પ્રાદેશિક અને માત્ર રાષ્ટ્રીય સ્તરના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
