For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી નંબર વન અને હું નંબર 3: શિવરાજ સિંહ ચૌહાણ

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જૂનઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નંબર વન મુખ્યમંત્રી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ નંબર બે પર છે જ્યારે તેઓ ત્રીજા નંબરના મુખ્યમંત્રી છે. શિવરાજે કહ્યું કે મોદી મારા મોટા ભાઇ સમાન છે અને અડવાણીના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવવો જોઇએ નહીં.

તેમણે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના એ નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું છે, જેમાં અડવાણીએ થોડા દિવસ પહેલા શિવરાજ સિંહ ચૌહાણને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરતા સારા મુખ્યમંત્રી ગણાવ્યા હતા.

નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની તુલના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયી સાથે કરી દીધી હતી. અડવાણીએ નરેન્દ્ર મોદીની તુલના શિવરાજ સિંહ ચૌહાણ સાથે કરતા કહ્યું હતું કે જ્યાં મોદીએ પહેલાથી મજબૂત ગુજરાતને સારુ બનાવી દીધું છે, ત્યાં શિવરાજે બીમાર મધ્યપ્રદેશને નવી કક્ષાએ પહોંચાડ્યું છે.

મોદી મારા મોટા ભાઇ સમાન

મોદી મારા મોટા ભાઇ સમાન

શિવરાજ સિંહ ચૌહાણે અડવાણી દ્વારા જે તુલના કરવામાં આવી અને તેને લઇને જે વિવાદ શરૂ થયો તે અંગે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારા મોટા ભાઇ સમાન છે.

હું તો નંબર ત્રણનો મુખ્યમંત્રી છુ

હું તો નંબર ત્રણનો મુખ્યમંત્રી છુ

શિવારજ સિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદી પહેલા નંબરના, રમણસિંહ બીજા નંબરના અને તેમના પછી હું ત્રીજા નંબરનો મુખ્યમંત્રી છું. અડવાણીજીએ અમારી પાર્ટીના મુખ્યમંત્રીઓ દ્વારા જે વિકાસલક્ષી કાર્ય કરવામાં આવ્યા તે અંગે જણાવ્યું હતું અને તેમા પહેલા મોદી પછી રમણસિંહ અને ત્યારબાદ મારું નામ લેવામાં આવ્યું હતું.

અડવાણીની આ તુલનાથી થયો વિવાદ

અડવાણીની આ તુલનાથી થયો વિવાદ

મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન અડવાણી પોતાની પાર્ટીના ત્રણ મુખ્યમંત્રીઓ દ્વારા કરવામાં આવેલા વિકાસની વાતો કરી રહ્યાં હતા, જેમાં તેમણે નરેન્દ્ર મોદીની તુલના શિવરાજ સિંહ ચૌહાણ સાથે કરતા કહ્યું હતું કે જ્યાં મોદીએ પહેલાથી મજબૂત ગુજરાતને સારુ બનાવી દીધું છે, ત્યાં શિવરાજે બીમાર મધ્યપ્રદેશને નવી કક્ષાએ પહોંચાડ્યું છે.

શિવરાજે કરવી પડી સ્પષ્ટતા

શિવરાજે કરવી પડી સ્પષ્ટતા

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના એ નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું છે, જેમાં અડવાણીએ થોડા દિવસ પહેલા શિવરાજ સિંહ ચૌહાણને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરતા સારા મુખ્યમંત્રી ગણાવ્યા હતા.

English summary
Madhya Pradesh BJP leader said, Advani ji praised all Chief Ministers. It should not be taken otherwise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X