મોદી-ઓબામાની 'મહામુલાકાત'ની ખાસ વાતો જાણો

નવી દિલ્હી, 1 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પાંચ દિવસીય યાત્રાના અંતિમ દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરી. બંને દેશો વચ્ચે એક કલાક સુધી આ શિખર વાર્તા ચાલી. આ શિખર બેઠકમાં અમેરિકા અને ભારતની વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ ગાઢ કરવા પર ચર્ચા થઇ.

શિખર બેઠક બાદ નરેન્દ્ર મોદી અને ઓબામાએ સામુહિક નિવેદન જાહેર કર્યું છે. તમને આ શિખર વાર્તા અને નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાના સામૂહિક નિવેદનની ખાસ વાતો જણાવીએ.

આતંકવાદ પર ચર્ચા

આતંકવાદ પર ચર્ચા

• બંને નેતાઓ વચ્ચે દક્ષિણ એશિયામાં આતંકવાદના મુદ્દા પર ચર્ચા થઇ. આતંકવાદના ઉદભવતા પડકારો અને આતંકવાદના નવા ખતરાઓ પર ચર્ચા કરી.

રક્ષા કંપનીઓ ભારતમાં રોકાણ કરે

રક્ષા કંપનીઓ ભારતમાં રોકાણ કરે

• નરેન્દ્ર મોદીએ અપીલ કરતાં કહ્યું કે અમેરિકાની રક્ષા કંપનીઓ ભારતમાં રોકાણ કરે.

અફઘાનિસ્તાનને મદદ

અફઘાનિસ્તાનને મદદ

• નરેન્દ્ર મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાનને બંને દેશ મદદ કરતા રહેશે.

પરમાણું સહયોગ

પરમાણું સહયોગ

• આ વાર્તા બાદ બંને દેશ પરમાણું સહયોગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

વૈશ્વિક પાર્ટનરશિપ

વૈશ્વિક પાર્ટનરશિપ

• નરેન્દ્ર મોદીએ કહ્યું કે બરાક ઓબામાને મળ્યા બાદ લાગ્યું કે ભારત-અમેરિકા વચ્ચે વૈશ્વિક પાર્ટનરશિપ વધુ મજબૂત થશે.

આમંત્રણ અને આદર માટે આભાર

આમંત્રણ અને આદર માટે આભાર

• નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને આમંત્રણ અને આદર માટે આભાર વ્યક્ત કર્યો.

અસૈન્ય પરમાણું ઉર્જા સહયોગ

અસૈન્ય પરમાણું ઉર્જા સહયોગ

• નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે અસૈન્ય પરમાણું ઉર્જા સહયોગને વધારવા માટે મુદ્દાઓના સમાધાન પ્રત્યે ગંભીર છીએ.

 ભારત અને અમેરિકા સ્વાભાવિક વૈશ્વિક ભાગીદાર

ભારત અને અમેરિકા સ્વાભાવિક વૈશ્વિક ભાગીદાર

• નરેન્દ્ર મોદીએ પોતાના અમેરિકી પ્રવાસ વિશે જણાવતાં કહ્યું કે આ યાત્રાને મારા તે દ્રઢવિશ્વાસને પાકો કર્યો છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક વૈશ્વિક ભાગીદાર છે.

મોદીની પ્રશંસા

મોદીની પ્રશંસા

• તો બીજી તરફ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમની ઉર્જા પ્રશંસા લાયક છે.

પ્રગતિ કરવા પ્રત્યે વિશ્વાસ

પ્રગતિ કરવા પ્રત્યે વિશ્વાસ

• બરાક ઓબામાએ ભારતની સાથે સંબંધોને બનાવવા તથા તેની સાથે વધુ પ્રગતિ કરવા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો.

રક્ષા સહયોગ

રક્ષા સહયોગ

• ભારત અને અમેરિકા પોતાના રક્ષા સહયોગને દસ વર્ષ માટે વધારવા માટે સહમત

પશ્વિમ એશિયામાં પરિસ્થિતી પર ચર્ચા

પશ્વિમ એશિયામાં પરિસ્થિતી પર ચર્ચા

• બંને દેશોની વચ્ચે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે ખતરાને ધ્યાનમાં રાખતાં પશ્વિમ એશિયામાં પરિસ્થિતી પર પણ ચર્ચા થઇ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X