For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા ચૂંટણીઃ મોદી અને રાહુલ ગાંધી બેક ટૂ બેક રેલી કરશે

તેલંગાણા ચૂંટણીઃ મોદી અને રાહુલ ગાંધી બેક ટૂ બેક રેલી કરશે

|
Google Oneindia Gujarati News

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રચાર માટે નેતાઓ પોતાની કમર કસી રહ્યા છે. એવામાં આ અઠવાડિયે પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતા રાજ્યમાં પોતાની રેલીઓ આયોજિત કરનાર છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ કે. લક્ષ્મણે શનિવારે જણાવ્યું કે મોદી 27મી નવેમ્બરે નિઝામાબાદ અને મહબૂબનગરમાં જનસભા સંબોધિત કરશે. રાજ્યમાં સાત ડિસેમ્બરે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા મોદી ત્રણ ડિસેમ્બરે હૈદરાબાદ સ્થિત લાલ બહાદુર સ્ટેડિયમમાં વધુ એક ચૂંટણી સભા સંબોધશે.

અમિત શાહની રેલી

અમિત શાહની રેલી

જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રવિવારની રેલી બાદ 28મી નવેમ્બરે અને 2 ડિસેમ્બરે રાજ્યનો બીજીવાર પ્રવાસ ખેડશે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ટી. રામમોહન રેડ્ડી મુજબ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી 29મી નવેમ્બરે પારિગી અને હૈદરાબાદની પાસે ચેવેલ્લામાં રોડશોમાં ભાગ લેશે. અગાઉ 23 નવેમ્બરે રાહુલ ગાંધી યૂપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે હૈદરાબાદના બહારના વિસ્તારોમાં આવેલ મેડચલમાં એક જનસભામાં સામેલ થયા હતા.

ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે

ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે

આર. ચંદ્રશેખર રેડ્ડીએ જણાવ્યું કે ટીડીપી અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂના પ્રવાસ કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે અને તેઓ 28 તથા 29 નવેમ્બરે તેલંગાણામાં પ્રચાર કરવા આવી શકે છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એકલી જ ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસ વિપક્ષી દળોનું નેતૃત્વ કરી રહી છે, જેમાં ટીડીપી, યૂપીએ પણ સામેલ છે.

કેસી રાવ એકલા હાથે ચૂંટણી લડશે

કેસી રાવ એકલા હાથે ચૂંટણી લડશે

ટીજેએસ અધ્યક્ષ એમ કદનદરમ પોતાની પાર્ટીના મુખ્ય પ્રચારક છે. સત્તાધારી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ માટે તેમના અધ્યક્ષ અને કામચલાઉ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ રાજ્યભરમાં રેલીઓને પહેલેથી જ સંબોધિત કરી રહ્યા છે. એમના પુત્ર અને કામચલાઉ સરકારમાં મંત્રી કે.ટી. રામા રાવ બૃહદ હૈદરાબાદ નગર નિગમ ક્ષેત્રમાં પ્રચાર કરી રહ્યા છે. ટીઆરએસ પણ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે.

તેલંગાણામાં અમિત શાહઃ શું તમારે AIMIM અને ઓવૈસી પર નિર્ભર હોય તેવી સરકાર જોઈએ? તેલંગાણામાં અમિત શાહઃ શું તમારે AIMIM અને ઓવૈસી પર નિર્ભર હોય તેવી સરકાર જોઈએ?

English summary
modi and rahul gandhi will address raily in telangana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X