મોદી યુપીમાં ગમે ત્યાંથી ચૂંટણી લડવા માટે તૈયાર છે: હેમા માલિની

બોલીવુડ કલાકાર હેમામાલિનીએ કહ્યું હતું કે જો પાર્ટી નેતૃત્વ નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડવાનું કહે છે તો તે ગમે ત્યાંથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. અહીં ઠાકુર બાંકેબિહારી મંદિર, રાધાદામોદર, રાધારમણ મંદીરમાં દર્શન કર્યા બાદ હેમા માલિનીએ કહ્યું હતું કે વડાપ્રધાનના દાવેદારનો નિર્ણય પાર્ટી અને સંસદીય બોર્ડે કરવાનો હોય છે.
ચીનની ઘુસસણખોરીને હેમા માલિની સમજી વિચારેલું રણનૈતિક કાવતરું ગણાવ્યું છે. તેમને કહ્યું હતું કે ચીન આમ તો ભારત સાથે સંબંધ સુધારવાની વાત કરે છે પરંતુ તેની અટકળો શંકાસ્પદ છે. તેમને ચીનની ઘુસણખોરી માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી.
મથુરામાં બુધવારે તેમને કહ્યું હતું કે જો ભાજપ તેમને ઉમેદવાર બનાવવા માટે સહમત થાય છે તે દેશમાં ગમે ત્યાંથી ચૂંટણી લડવાના બદલે બંગડીના શહેરને પસંદ કરશે.
ફિરોઝાબાદના હાલના સાંસદ અભિનેતા રાજ બબ્બર છે જેમને કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને હરાવી હતી. જ્યાં કોંગ્રેસ આ સીટ પર રાજ બબ્બરની જગ્યાએ બીજા કોઇને ઉતારી શકે છે તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામ ગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
જો હેમામાલિની ફિરોઝાબાદથી ચૂંટણી લડે તો ભાજપના રણનીતિકારોનું માનવું છે કે મુકાબલો વધુ રોમાંચક બની જશે અને ડીમ ગર્લ પોતાના વિરોધીઓને સામે આશ્વર્યજનક પરિણામ સામે લાવી શકે છે.












Click it and Unblock the Notifications
