કોંગ્રેસે કરી 'શિવરાજ એપ્સ અને 'મોદી રન' પર પ્રતિબંધ લગાવવાની માંગણી
ઇન્દોર, 20 ઓક્ટોબર: મધ્યપ્રદેશમાં 25 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા વચ્ચે મોરચા પર લડાઇ તેજ થઇ ગઇ છે. કોંગ્રેસે ચૂંટણી પંચને 'મોદી રન' ગેમ અને 'શિવરાજ એપ્સ' પર આપત્તિ વ્યક્ત કરતાં આ દરમિયાન પ્રતિબંધ કરવાની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામથી 'મોદી રન' ગેમ ઉતારી છે, જ્યારે 'શિવરાજ એપ્સ' શિવરાજ સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે આદર્શ આચાર સંહિતાનો ઉલ્લંખન થઇ રહ્યું છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ કહ્યું 'શિવરજ એપ્સમાં મધ્યપ્રદેશના ગાન 'સુખના દાતા, સૌના સાથી..'નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે આ ગીત ભાજપના ખર્ચે નહી પરંતુ રાજ્ય સરકારના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ એપ્સમાં સરકારી ખજાનામાં ચાલનારી યોજનાઓનો પણ પ્રચાર કરવામાં આવ્યો છે. આ એપ્સ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને લાગૂ આદર્શ આચાર સંહિતાનું સીધું ઉલ્લંખન કરે છે.

સલૂજાએ કહ્યું હતું કે 'શિવરાજ એપ્સ'માં મુખ્યમંત્રીના ફોટાથી માંડીને ભાજપના ચૂંટણી ચિહ્ન કમળ પણ જોવા મળે છે. આ એપ્સના માધ્યમથી કથિત રીતે આદર્શ આચાર સંહિતા તોડીને ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેથી મતદારો ગેરમાર્ગે દોરાઇ રહ્યાં છે, જો કે કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ માંગણી કરી છે કે આ એપ્સને બેન કરી દેવામાં આવે
તેમને આરોપ લગાવ્યો છે કે ભાજપ 'ફેસબુક' અને વોટ્સ એપ્સ' જેવા સોશિયલ મીડિયાના માધ્યમો પર દુષ્પ્રચારવાલા એવી પોસ્ટ રજૂ કરી રહી છે, જેનાથી કોંગ્રેસની છબિ મતદારો વચ્ચે ખરાબ થઇ રહી છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર આ પ્રકારના પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ લગાવવો જોઇએ.
શું છે 'મોદી રન' એપ્સ
મોદીના નામ પર જે 'મોદી રન' ગેમ ઉતારવામાં આવી છે તે થોડાંક અંશે 'ટેમ્પલ રન' જેવી છે. તેમાં મોદી દોડતાં દેશને માપી રહ્યાં છે. તે જે પ્રકારે રાજ્યમાંથી પસાર થાય છે, બેકગ્રાઉંડમાં ત્યાંની ઇમેજ દેખાય છે. આ ગેમમાં મોદીની સામે પહાડ, ખીણ જેવી કેટલાક વિધ્નો આવે છે. ગેમ રમનારે મોદીને આ બધાની બચાવીને મંજીલ સુધી પહોંચાડવાના છે.












Click it and Unblock the Notifications
