For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદનું સત્ર શાંતિપૂર્ણ ચલાવવા સોનિયા ગાંધીને મળ્યા મોદીના ત્રણ મંત્રી

સંસદનું સત્ર શાંતિપૂર્ણ ચલાવવા સોનિયા ગાંધીને મળ્યા મોદીના ત્રણ મંત્રી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીની મુલાકાત લીધી. તેમણે સોનિયા ગાંધી પાસે 17 જૂનથી શરૂ થતા સંસદીય સત્રને સારી રીતે ચલાવવા માટે સહયોગ આપવાની માંગણી કરી છે. પ્રહલાદ જોશીની સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને અર્જુન રામ મેઘવાલ પણ સોનિયા ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું સત્ર હશે.

સોનિયા ગાંધી સાથે પ્રહલાદ જોશીની પહેલી મુલાકાત

સોનિયા ગાંધી સાથે તેમના આવાસમાં મુલાકાત કર્યા બાદ તેમણે સંવાદદાતાઓને કહ્યું કે સોનિયા ગાંધી સાથે અમારી મિટિંગ સૌહાર્દપૂર્ણ રહી. સંસદીય સત્રને સારી રીતે ચલાવી શકીએ તે માટે અમે તેમના સહયોગની માંગણી કરી છે. તેમણે કહ્યું કે વિપક્ષને પણ સત્તા પક્ષના સહયોગની જરૂરત છે. મેં તેમને જણાવ્યું કે સરકાર સહયોગ કરવા માટે હંમેશા તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું કે જોશીની સોનિયા ગાંધી સાથે મુલાકાત વિપક્ષ સાથે તાલમેલ બેસાડવાની સરકારની કવાયતનો ભાગ છે. આ બેઠક 15 મિનિટ ચાલી.

રાજનાથ સિંહના ઘરે સંસદીય સમિતિની બેઠક

રાજનાથ સિંહના ઘરે સંસદીય સમિતિની બેઠક

સંસદના સત્રથી પહેલા સંસદીય મામલા પર મંત્રિમંડળની સમિતિ શુક્રવારે સાંજે રક્ષા મંત્રી રાજનાથ સિંહના આવાસ પર મુલાકાત કરશે. રાજનાથ સિંહ આ સમિતિની અધ્યક્ષતા કરશે. આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે. અમિત શાહ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં મંત્રિમંડળમાં સામેલ નહોતા. સંસદનું પહેલું સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. 5 જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે.

ટ્રિપલ તલાક સહિત કેટલાય બિલ પર નજર

ટ્રિપલ તલાક સહિત કેટલાય બિલ પર નજર

પ્રહલાદ જોશીએ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને ડીએમકેના લોકસભમાં નેતા ટીઆર બાલૂ સાથે પણ મુલાકાત કરી. આ સત્રમાં બજેટ ઉપરાંત સરકાર ટ્રિપલ તલાક સહિત 10 નવા અધ્યાદેશને કાનૂનમાં બદલવાની યોજના બનાવી રહી છે. આ અધ્યાદેશ ફેબ્રુઆરી માર્ચમાં મોદી સરકારે પહેલા કાર્યકાળ દરમિયાન જાહેર કર્યું હતું. પહેલા બે દિવસ સાંસદ શપથ લેશે અને તે બાદ 19 જૂનના રોજ લોકસભા સ્પીકર ચૂંટવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 20 જૂનના રોજ સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.

બંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે? બંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે?

English summary
modi's 3 ministers met sonia gandhi right before first session of parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X