For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના ગુજરાત મોડલને કેન્દ્રમાં લાવવાની કવાયદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 જૂનઃ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ દિલ્હીથી અલગ-અલગ મંત્રાલયોની ટીમ ગુજરાતના પ્રવાસે આવી રહી છે. આ ટીમો મોદી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે શરૂ કરવામાં આવેલા મહત્વના પ્રોજેક્ટની જાણકારી લેવા આવી રહ્યાં છે, જેથી તેમની ખુબીઓને આખા દેશમાં પહોંચાડી શકાય.

narendra-modi
નોંધનીય છેકે એક સમયે વિજળીની સમસ્યાનો સામનો કરનારા ગુજરાત પાસે આજે સરપ્લસ વિજળી છે. આ ચમત્કાર કેવી રીતે થયો, એ જાણવા માટે કેન્દ્રીય ઉર્જા મંત્રાલયની ટીમ થોડાક દિવસ પહેલા ગુજરાતના પ્રવાસે પહોંચી. ટીમે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે છેલ્લા કેટલાક વર્ષો પહેલા 2500 કરોડના નુક્સાનમાં ચાલી રહેલું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ આજે 500 કરોડનો નફો કેવી રીતે કરી રહી છે.

માત્ર ઉર્જા જ નહીં પરંતુ અનેક ક્ષેત્રોમાં ગુજરાતની સફળતાને કેન્દ્રમાં લાવવાની કવાયદ શરૂ કરી દીધી છે. આ સિલસિલામાં દિલ્હી પોલીસની ટીમ સુરતના સીસીટીવી સિક્યોરિટી પ્રોજેક્ટના જાણકારી લેવા માટે પહોંચી. સુરતનો આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ ભાગીદારી હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે.

સુરત પોલીસે પણ મહત્વના સાર્વજનીક સ્થળો પર હાઇ ડેફિનેશન કેમેરા લગાવ્યા છે. ટ્રાફિક નિયમ તોડનારાઓના ઘરે સીધું ચલાણ મોકલવા માટે પોલીસે આરટીઓ અને બેન્કો સાથે કરાર કરવામાં આવ્યો છે. દિલ્હીથી તાજેતરમાં જ આવેલી એક ટીમે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનો સર્વે કર્યો. સાબરમતીની તર્જ પર દિલ્હીમાં યુમનાને સાફ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

English summary
Prime Minister Narendra Modi's Gujarat model is going national. Teams from many central departments are visiting Gujarat on study tours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X