For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીનું ઇતિહાસ જ્ઞાન હજી પણ નબળુ છે: એનસીપી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 ડિસેમ્બર: રાકાંપાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી દ્વારા આજે અત્રે એક રેલીમાં આપવામાં આવેલા નિવેદનથી સાબિત થાય છે કે પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારના ઇતિહાસનું જ્ઞાન હજી પણ નબળું છે.

રાકાંપા પ્રવક્તા નવાબ મલિકે આજે અત્રે જણાવ્યું કે 'મોદીનું ઇતિહાસ જ્ઞાન એકવાર ફરી નબળુ સાબિત થયું છે. 1960થી મહારાષ્ટ્રમાં માત્ર 17 મુખ્યમંત્રી થયા છે નહીં કે 26, જેમ મોદીએ દાવો કર્યો છે.' તેમણે જણાવ્યું કે મોદીએ આજે મહારાષ્ટ્રના સ્થાનીય બૉડી કર(એલબીટી)નો વિરોધ કર્યો. આ માત્ર આજ રાજ્યમાં નથી પરંતુ તમામ રાજ્યમાં જ્યાં કરવેરા નથી, ત્યાં આવા કર લાગુ છે.

રાકાંપા નેતાએ જણાવ્યું કે 'મહારાષ્ટ્રથી ઘણા વાહનો સામાન લઇને ઉત્તર ભારત જાય છે. આ તમામ વાહનો ગુજરાત થઇને જાય છે. એવામાં ગુજરાત જે મોટર વાહન ટેક્સ એકત્રિત કરે છે, તે વધારે છે. બીજી બાજું ગુજરાતથી ઓછી સંખ્યામાં વાહનો મહારાષ્ટ્રમાં આવે છે. મોદીએ ગુજરાતને સકારાત્મક રૂપે રજૂ કરવા માટે તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા છે.'

nawab malik
રાકાંપા નેતા મલિકે જણાવ્યું 'સરદાર સરોવર પરિયોજનામાં ગેટ લગાવવા માટે પરવાનગી નહી મળવા સંબંધી મોદીના આરોપોનો કોઇ આધાર નથી. જોકે મધ્ય પ્રદેશ પ્રભાવિત લોકોના પુનર્વાસમાં નિષ્ફળ રહ્યું છે, ગેટ માટે પરવાનગી પેન્ડીંગ પડી છે.' તેમણે જણાવ્યું કે '25 કરોડ રૂપિયાનું દાન હીરાના વ્યાપારીઓએ આપ્યું છે.(ભાજપના નેતાઓએ રેલીમાં રાજનાથ સિંહને આપ્યું) ભાજપાએ પહેલા જ લૂંટ શરૂ કરી દીધી છે.'

રાકાંપા નેતાએ જણાવ્યું કે મોદીની રેલીમાં આવેલી ભીડમાં મોટાભાગના લોકો ગુજરાતના હતા. મલિકે જણાવ્યું કે 'મોદીનું સૂત્ર 'વોટ ફોર ઇન્ડિયા' છે, અમે કહીએ છીએ કે 'વોટ ફોર ભારત'. આવનારી ચૂંટણીમાં ભારત અને ઇન્ડિયાની વચ્ચે સંઘર્ષ થશે.'

English summary
The statements made by Narendra Modi at a rally here on Sunday proved that the party's prime ministerial candidate's knowledge of history was still weak, NCP said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X