For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે મોદી સરકારના મંત્રીઓનો સમૂહ ડ્રાફ્ટ તૈયાર કરશે

જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે મોદી સરકારના મંત્રીઓનો સમૂહ ડ્રાફ્ટ તૈયાર કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના વિકાસનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક મંત્રીઓના સમૂહની રચના કરી છે. સૂત્રો મુજબ કાશ્મીર અને તેના વિકાસ પર ચર્ચા કરવા માટે આ મંત્રીઓનું સમૂહ બે વખત મળી ચૂક્યું છે. સૂત્રોએ ઈન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું કે કાશ્મીર માટે મંત્રીઓના એક સમૂહની રચના કરવામાં આવી છે. આ સમૂહમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, થાવર ચંદ ગેહલોત, જિતેન્દ્ર સિંહ, નરેન્દ્ર તોમર અને ધર્મેન્દ્ર પ્રધાન છે.

narendra modi

સૂત્રો મુજબ જીઓએમને અનુચ્છેદ 370 રદ્દ થયા બાદ જમ્મુ-કાશ્મીરના પ્રસ્તાવિત વિકાસ પર એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. રવિશંકર પ્રસાદના કાનૂન મંત્રાલય અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, થાવર ચંદ ગેહલોતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, નરેન્દ્ર તોમરના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની સાથોસાથ ધર્મેન્દ્ર પ્રધાનના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયને એક પ્રસ્તાવ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.

આ સમૂહ 31મી ઓગસ્ટે પહેલો રિપોર્ટ પ્રસ્તૂત કરે તેવી સંભાવના છે. જીઓએમના રિપોર્ટ એક અન્ય આર્થિક પેકેજના આધાર હોય શકે છે, જે પીએમ મોદી દ્વારા ઘોષિત કરવામાં આવે તેવી ઉમ્મીદ છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ સમૂહ પહેલા પણ બે વખત મળી ચૂક્યું છે અને યુવાઓના કૌશલ વિકાસ આ સમૂહનું પ્રમુખ ફોકસ ક્ષેત્રમાંથી એક હશે. જ્યારે સુપ્રીમ કોર્ટે બુધવારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા વિરુદ્ધ થયેલ અરજીઓને લઈને કહ્યું કે ઓક્ટોબરમાં સંવિધાન પીઠ આ અંગે સુનાવણી કરશે.

 Statue Of Unityને ટાઈમ મેગેઝીનમાં સ્થાન મળતાં મોદી ખુશ થયા, કહી મોટી વાત Statue Of Unityને ટાઈમ મેગેઝીનમાં સ્થાન મળતાં મોદી ખુશ થયા, કહી મોટી વાત

English summary
modi's ministers will prepare draft for development of jammu and kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X