કેદારનાથ મંદિરનું નવનિર્માણ કરવાની નરેન્દ્ર મોદીની ઓફર ફગાવાઇ

બહુગુણાએ જણાવ્યું છે કે અમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય સવલતો પૂરી પાડવા માટે યુદ્ધના ધોરણે કામકાજ આરંભી દીધું છે. કેદારનાથ મંદિરને રાજ્ય સરકાર ફરી બાંધશે અને તે માટે જે કોઈ લોકો જે કોઈ ટેકો આપવા માગતા હોય તે આવકાર્ય છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે ઉત્તરાખંડની મુલાકાત દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી બહુગુણા સાથેની બોઠકમાં પૂરમાં નાશ પામેલા કેદારનાથ મંદિર સંકુલનું નવનિર્માણ કરવાની ઓફર કરી હતી. તેમણે ટ્વિટર પર એવું લખ્યું હતું કે કેદારનાથ મંદિર સંકુલનું પુન:નિર્માણ કરવાની જવાબદારી સ્વીકારવા ગુજરાત સરકાર તૈયાર છે.












Click it and Unblock the Notifications
