For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશકુમારની સેવા યાત્રામાં નરેન્દ્ર મોદીના પોસ્ટરથી JDU નારાજ

|
Google Oneindia Gujarati News

nitish-kumar-narendra-modi
પટણા, 9 મે : બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમારની 'સેવા યાત્રા'માં ભારતીય જનતા દળ (ભાજપ) અને જનતા દળ (યુનાઇટેડ) (જેડી-યુ) વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આ સંઘર્ષનું કારણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટર્સ છે. વાત એમ છે કે સૌ જાણે છે એમ નીતિશકુમાર મોદી વિરોધી હોવા છતાં તેમની યાત્રા દરમિયાન જ્યાં જુઓ ત્યાં, તેઓ જ્યાં જાય ત્યાં તેમના પહેલા નરેન્દ્ર મોદીના પોસ્ટર્સ પહોંચી જાય છે. આ પોસ્ટર્સમાં વળી નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાન તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ગોપાલગંજમાં આ પ્રકારની ઘટના બન્યા બાદ હવે ગયામાં પણ નીતિશકુમારના યાત્રા માર્ગમાં મોદીના ભરપૂર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. નીતિશકુમાર બુધવારે ગયાની યાત્રા ઉપર હતા. તેઓ ત્યાં કલેક્ટર કચેરી પાસે પહોંચ્યા તે પહેલાથી જ નરેન્દ્ર મોદીના પોસ્ટર્સ ત્યાં લાગ્યા હતા. આ પોસ્ટર્સ પર 'નમો નમો જન જન કી આવાઝ' અને '2014મેં નરેન્દ્ર મોદી કી સરકાર'એવું લખેલું છે.

આ પહેલા પણ બે મેના રોજ નીતિશની ગોપાલગંજમાં સેવા યાત્રા દરમિયાન પણ નરેન્દ્ર મોદી ભાવિ વડાપ્રધાન હોવા અંગેના પોસ્ટર્સ અને બેનર્સ રાતો રાત લાગી ગયા હતા. આ બાબતે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝગડાની સ્થિતિ ઉભી થઇ ગઇ હતી.

આ પોસ્ટર્સને લઇને જદયુ નેતાઓ ભારે ગુસ્સામાં છે. તો બીજી તરફ બિહાર ભાજપ તેના હળવાશથી લઇ રહ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મંગલ પાંડેએ આ મુદ્દે જણાવ્યું કે 'આ તો ભાજપના કાર્યકરોની નરેન્દ્ર મોદી પ્રત્યેની ભાવના છે. તેમાં મને કશું જ ખોટું લાગી રહ્યું નથી. લોકશાહીમાં સૌને પોતાની વાત કહેવાનો હક છે.'

બીજી તરફ જદયુના પ્રવક્તાનું કહેવું છે કે 'આ પોસ્ટર્સ ભડકાઉ છે. આ પોસ્ટર્સને જદયુ અને ભાજપના ગઠબંધનને નુકસાન પહોંચાડવા માટે લગાવવામાં આવ્યા છે. ભાજપનું એક જુથ જેડીયુની વિરુદ્ધ કામ કરી રહ્યું છે. પાર્ટી આ દરેક બાબતો પર ધ્યાન આપી રહી છે. જો કે અમે આ અંગે વધારે પ્રતિક્રિયા આપવા માંગતા નથી.'

ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 1 મેથી 'સેવા યાત્રા' પર નીકળેલા છે. આ તબક્કામાં તેઓ ગોપાલગંજ, સાતામઢી અને ગયાની મુલાકાત લઇને ત્યાં સભા કરવાના છે.

English summary
Narendra Modi's posters in Nitish kumar Seva Yatra; JDU unhappy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X