મોદીની પુજાથી બે લોકોની ઈચ્છા પુરી થાય છે-રાહુલ ગાંધી
રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા દરમિયાન સતત કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરી રહ્યા છે.
ઈન્દોર : રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા દરમિયાન સતત કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ વધુ એક વખત પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અહીં પીએમ મોદીની પૂજા કરવાથી બધું પ્રાપ્ત થાય છે, તપસ્યાથી નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે રેલવે, એરપોર્ટ, બંદરો, રસ્તાઓ અને વીજળી સહિત બધું હવે તેમના હાથમાં છે. અહીં રાહુલ ગાંધીએ પ્રાઈવેટાઈઝેન મુદ્દે નામ લીધા વગર પીએમ મોદી અને ઉદ્યોગપતિની સાંઠગાંઠ મુદ્દે પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રા આ દિવસોમાં મધ્યપ્રદેશમાં છે અને અહીં રાહુલ ગાંધીએ એક સભાને સંબોધન કરતી વખતે આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, જે તપસ્યા કે પરિશ્રમ કરે છે તેમને સરકાર તરફથી કશું મળતું નથી. એવા બે લોકો છે જે દિવસભર પીએમ મોદીની પૂજા કરે છે, તેમને બધું જ મળે છે. રાહુલ ગાંધીએ ભારતના બે મોટા ઉદ્યોગપતિ અદાણી અને અંબાણી જૂથનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા.
હાલ ગુજરાત અને હિમાલચમાં ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધી કોંગ્રેસને ફરી ઉભી કરવા માટે મેદાને પડ્યા છે. હાલ ભારત જોડો યાત્રા 2 હજારથી વધુ કિલોમીટરનો પ્રવાસ કરીને ઈન્દોર જિલ્લામાં પહોંચી છે. 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી બેરોજગારી, મોંઘવારી, ખાનગીકરણ સહિત દેશને લગતા મુદ્દા ઉઠાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
