મિત્ર ગોપીનાથ મુંડેના નિધનથી મોદી દુઃખી
નવી દિલ્હી, 3 જૂનઃ ભાજપના વરિષ્ઠ નેતા, કેબિનેટ મંત્રી અને મિત્ર સમા સ્વ. ગોપીનાથ મુંડેના નિધનથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શોકગ્રસ્ત છે. મોદીએ ટ્વીટર થકી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ 12.30 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યાલય ખાતે ગોપીનાથ મુંડેના પાર્થિવ શરીરના દર્શનાર્થે પહોંચશે. ગોપીનાથ મુંડેનું આજે વહેલી સવારે 7.45 વાગ્યે એક કાર અકસ્માતમાં નિધન થયું છે.

નોંધનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટમાં ગ્રામીણ વિકાસ મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની કારનો આજે સવારે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મુંડેને ઇજાઓ થતાં તેમને સફદરજંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સવારે આઠ વાગ્યે ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ભાજપી નેતા અને કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ ગોપીનાથ મુંડેના નિધનની પૃષ્ટિ કરી છે.
Condolences to Munde ji's family. We stand by them in this hour of grief.
— Narendra Modi (@narendramodi) June 3, 2014 My tributes to a dynamic leader whose premature demise leaves a void hard to fill.
— Narendra Modi (@narendramodi) June 3, 2014 Gopinath Munde ji was a true mass leader. Hailing from backward sections of society, he rose to great heights & tirelessly served people.
— Narendra Modi (@narendramodi) June 3, 2014 Extremely saddened & shocked by the demise of my friend & colleague Gopinath Munde ji. His demise is a major loss for the Nation & the Govt.
— Narendra Modi (@narendramodi) June 3, 2014 











Click it and Unblock the Notifications
