Modi Surname Defamation Case: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
Modi Surname Defamation Case: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે સુનાવણી કરશે. નોંધનીય છે કે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી હતી, જે બાદ તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચ રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરશે. આ કેસમાં 23 માર્ચ 2023ના રોજ સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીએ સંસદનુ સભ્યપદ ગુમાવી દીધુ હતુ.

રાહુલ ગાંધીની અરજી બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેવિયેટ દાખલ કરી છે. જેમાં અપીલ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીનો પક્ષ સાંભળવાની સાથે તેમનો પક્ષ પણ સાંભળવો જોઈએ.
સુરત કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને કોઈ રાહત મળી નથી. જે બાદ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલાની તાકીદે સુનાવણીની અપીલ કરી હતી.
તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચોરોની અટક મોદી છે, બધા ચોરોની અટક મોદી કેમ છે. પછી તે લલિત મોદી હોય, નીરવ મોદી હોય કે નરેન્દ્ર મોદી હોય. રાહુલના આ નિવેદન સામે પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.












Click it and Unblock the Notifications
