મોદીની હાલત મોગેંબો જેવી થશે: શકીલ અહેમદ

કોંગ્રેસ મહાસચિવ શકીલ અહેમદે ગુરૂવારે 'રેમ્બો મોદીને મોગેંબો' બનાવી દિધા. નરેન્દ્ર મોદી પર પ્રતિક્રિયા આપતાં શકીલ અહેમદે કહ્યું હતું કે હું તો હંમેશાથી કહેતો આવ્યો છું કે જે પ્રકારે કેટલાક લોકો 'રેમ્બો' બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે તે જલદી જ 'મોગેંબો' બની જશે.
શકીલ અહેમદે કહ્યું હતું કે 'રેમ્બો' જેવા કેરેક્ટર ફિલ્મોમાં સારા લાગે છે. પરંતુ ભાજપના લોકો પોતાના એક નેતાને 'રેમ્બો' પ્રોજેક્ટ કરવામાં લાગેલા છે. તે કહે છે કે તે પહાડોમાં આવે છે અને એક સાથે 15 હજાર લોકોને લઇ જાય છે. આ બિલકુલ હાસાસ્પદ છે. આનાથી તે વ્યક્તિની મજાક ઉડી રહી છે.
શકીલ અહેમદે આ હુમલા પર પલટવાર કર્યો છે. ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ એક ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે આજકાલ સવાર થતાં જ કોંગ્રેસે નેતા નરેન્દ્ર મોદી વિશે નિવેદન આપવા લાગે છે. એ તો સમય બતાવશે કે કોણ 'રેમ્બો' અને કોણ 'મોગેંબો' છે? અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કોંગ્રેસના નેતા સત્યવ્રત ચર્તુવેદીએ નરેન્દ્ર મોદીની તુલના રાવણ સાથે કરી હતી અને સાંસદ ગુરૂદાસ કામતે મોદીને હેવાન ગણાવ્યા હતા.












Click it and Unblock the Notifications
