કાશીમાં પણ મોદીને મળશે ગુજરાતીઓનો સાથ

Google Oneindia Gujarati News

વારાણસી, 10 એપ્રિલ: વારાણસીમાં એક નાનું ગુજરાત પણ વસે છે. અત્રેનું ચૌખંભા વિસ્તાર ગુજરાતીઓથી ભરેલો છે. સ્થાનીય લોકો અનુસાર ચારસો વર્ષ પહેલા ગુજરાતથી રોજગારની તલાશમાં આવેલા લોકો અહીં આવીને વસી ગયા. આ આખો વિસ્તાર મુગલોએ પોતાના સમયમાં શાહી કેનાલ અને ચાર સ્તંભ પર વસાવ્યું હતું.

વારાણસીનું ચૌખંભા વિસ્તાર ગુજરાતીઓની સૌથી ગીચ વસ્તીવાળી ગલીઓનો બનેલો છે અને 50 હજારથી વધારે ગુજરાતીઓ અહી રહે છે. નરેન્દ્ર મોદી દ્વારા વારાણસી બેઠકથી લડવાને લઇને અહીંના ગુજરાતી ખૂબ જ ઉત્સાહિત છે. તેમનું કહેવું છે કે જેમ તેમણે ગુજરાતનો વિકાસ કર્યો છે તેમ જ કાશીનો પણ થાય.

narendra modi
ભાજપના પાર્ષદ બૃજ કિશોર દાસ ગુજરાતીએ જણાવ્યું કે કાલભૈરવ, ચૌખંભા, સોરકુઆ, પક્કેમહાલ, સુડિયા સહિત ઘણા વિસ્તારોમાં 400 વર્ષ પહેલા તેમના પૂર્વજ આવીને અહીં વસ્યા હતા. મુગલકાળમાં આ જ વિસ્તારનું નામ ચાર મહત્વપૂર્ણ સ્તંભના કારણે ચૌખંભા પડ્યું હતું. 1775માં ગોપાલ મંદિરનું નિર્માણ થયું. ગિરધર લાલજી મહારાજ કાશીવાળાએ ઠાકુરજીનું મંદિર બનાવડાવ્યું હતું. હજારો ગુજરાતીઓ રોજ અત્રે દર્શન કરવા માટે ગુજરાતથી આવે છે.

તેમણે જણાવ્યું કે ગુજરાતના લગભગ તમામ જાતિઓના લોકો અહીં રહે છે. તે લોકો મોદીને વિકાસ પુરુષ માને છે. આ કારણે તેનો લાભ સ્થાનીય રીતે મોદીને મળી શકે છે. જોકે મોદીએ ગઇકાલે વડોદરાથી લોકસભા બેઠક માટે પહેલીવાર ઉમેદવારી પત્ર ભર્યું હતું.

English summary
Narendra Modi will get support of Gujarati people from Kashi too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X