'નરેન્દ્ર મોદી હવે જનતા પાસે પત્નીની પણ માંગશે'

Posted By:
Subscribe to Oneindia News

રાંચી, 31 ડિસેમ્બર: ઝારખંડના એક મંત્રીએ સોમવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપી દિધું છે. મંત્રીએ સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમા માટે પ્રજા પાસે લોખંડ માંગનાર નરેન્દ્ર મોદી લાગે છે કે એક દિવસ પ્રજા પાસે એક પત્ની પણ માંગ કરી દેશે.

ઝારખંડના પશુપાલન તથા મત્સપાલન મંત્રી મનન મલિકે ધનબાદમાં સોમવારે પત્રકારોને કહ્યું હતું કે ભાજપ આ પહેલાં (મંદિર બનાવવા માટે) પ્રજા પાસે ઇંટ માંગી ચૂકી છે. હવે નરેન્દ્ર મોદી (સરદાર પટેલની પ્રતિમા માટે) લોખંડ માંગી રહ્યાં છે. ત્યારબાદ તે સોનું માંગશે, અને સમય એવો આવશે કે જ્યારે તે પ્રજા પાસે એક પત્નીની માંગ કરી બેસશે. નરેન્દ્ર મોદી 'વિધુર' છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ રવિન્દ્ર રાયે મનન મલિકને તાત્કાલિક મંત્રી પદથી દૂર કરવાની માંગણી કરી રહી છે.

narendra-modi-1

રવિન્દ્ર રાયે કહ્યું હતું કે મંત્રી માનસિક રીતે બિમાર લાગે છે. મુખ્યમંત્રી હેમંત સોરેનને તેમને મંત્રિમંડળથી દૂર કરી દેવા જોઇએ. માનસિક રીતે બિમાર વ્યક્તિ મંત્રી તરીકે કેવી કામ કરી શકે. ઝારખંડ કોંગ્રેસે પણ મનન દ્વારા આપેલા નિવેદનને નકારી કાઢ્યું છે. ઝારખંડ કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ સિંહાએ કહ્યું હતું કે અમને નિવેદન વિશે ખબર પડી. અમે મંત્રીના નિવેદનને નકારી કાઢીએ છીએ. રાજકારણમાં આ પ્રકારના ભાષા માટે કોઇ સ્થાન નથી. નરેન્દ્ર મોદીએ રવિવારે રાંચીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી અને રાજ્યની ખરાબ હાલત માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi, now seeking iron scrap from the people for the Sardar Vallabhbhai Patel statue, will one day seek a wife from the common people, a Jharkhand minister said on Monday, creating a political row.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.