For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુ ધર્મમાં બીજાઓને હજમ કરી જવાની શક્તિ છે: ભાગવત

|
Google Oneindia Gujarati News

mohan bhagwat
નવી દિલ્હી, 18 ઓગષ્ટ: સંઘ પ્રમુખ મોહન ભાગવતે એક વાર ફરી વિવાદીત નિવેદન આપ્યું છે. ભાગવતે જણાવ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુત્વ તેની ઓળખ છે. તેમણે જણાવ્યું હિન્દુત્વ આપણા રાષ્ટ્રની ઓળખ છે અને તમામને પોતાની અંદર સમાવી શકે છે.

ભાગવત મુંબઇમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાની સુવર્ણ જયંતી મનાવવા માટે આયોજિત સપ્તાહભરના કાર્યક્રમના ઉદઘાટનના પ્રસંગે બોલી રહ્યા હતા. વિહિપની સ્થાપના 29 ઓગષ્ટ 1964ના રોજ કરવામાં આવી હતી.

ભાગવતે જણાવ્યું કે વર્ષોમાં સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિ-પાતિના ભેદભાવને ભુલાવીને તમામ હિન્દુઓની વચ્ચે સમાનતાનો ભાવ પેદા કરવો પડશે. આવનારા પાંચ વર્ષો સુધી સંગઠન તેના માટે સંપૂર્ણ શક્તિની સાથે કામ કરશે. એ સુનિશ્ચિત કરવામાં આવશે કે તમામ હિન્દુ એક સ્થળે પાણી પીવે, એક સ્થાન પર પૂજા અર્ચના કરે અને કોઇનું નિધન થઇ જવા પર તેનું અંતિમ સંસ્કાર પણ એક જ સ્થાન પર કરવામાં આવે. આ બધા માટે જાતિ-પાતિના આધારે ક્યારેય કોઇ ભેદભાવ ના હોય. અત્રે નોંધનીય છે કે છેલ્લા અઠવાડીએ ભાગવતે કટકમાં પણ કંઇક આવું જ નિવેદન આપ્યું હતું.

કટકમાં ભાગવતે જણાવ્યું હતું કે તમામ ભારતીયોની સાંસ્કૃતિક ઓળખ હિન્દુત્વ છે અને દેશના વર્તમાન રહેવાસી આ મહાન સંસ્કૃતિની સંતાન છે. તેમણે સવાલ કર્યો હતો કે જો ઇંગ્લેંડના લોકોને ઇંગ્લિશ કહેવાય છે, જર્મનીના લોકોને જર્મન, અને અમેરિકાના લોકો અમેરિકન છે તો હિન્દુસ્તાનના તમામ લોકોને હિન્દુ તરીકે કેમ ઓળખાતા નથી. ત્યારે ભાગવતના આ નિવેદન પર ખૂબ જ બબાલ મચી હતી. ભાગવત વિશ્વ હિન્દુ પરિષદના સર્વજયંતી સમારંભના ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે મુંબઇમાં હતા.

English summary
"Hindustan is a Hindu nation. Hindutva is the identity of our nation and it (Hinduism) can incorporate others (religions) in itself," Mohan Bhagwat said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X