મોહન માંઝી હશે ઓડિશાના નવા CM, આવતીકાલે બે Dy. CM સાથે લેશે શપથ
Odisha New CM Mohan Manjhi: ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજેડીના 24 વર્ષના શાસનનો અંત લાવનાર ભાજપ દ્વારા પોતાના મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે.
વિધાનસભ્ય દળની બેઠકમાં ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માંઝીના નામને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે બે નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા છે.
કનક વર્ધન સિંહ દેવ અને પ્રભાવતી પ્રવિદાના રૂપમાં ઓડિશાના બે નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા છે. દિવસની શરૂઆતમાં, ઓડિશા મુખ્યપ્રધાનની પસંદગી માટે ભાજપ ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ હતી, જેમાં રાજનાથ સિંહ અને તેમના કેબિનેટ સાથી ભૂપેન્દ્ર યાદવે હાજરી આપી હતી.

ભાજપ નેતૃત્વએ ઓડિશાના આગામી મુખ્યમંત્રી તરીકે મોહન માંઝીના નામને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીની પસંદગી માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને ઓડિશાના નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં ધારાસભ્યોની બેઠક બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોહન માંઝીના નામની જાહેરાત કરી હતી.
મોહન માંઝી બુધવારે (12 જૂન) નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સાથે મોહન ચરણ માંઝી ઓડિશાના 15મા મુખ્યમંત્રી બનશે. ઉલ્લેખનીય છે કે, ઓડિશામાં ભાજપ પહેલીવાર સત્તામાં આવી છે.












Click it and Unblock the Notifications
